Wednesday, October 30, 2024
HomeGujaratમોરબી : કારખાનામાં બાથરૂમમાં ન્હાતા ન્હાતા દેકારો કરવા બાબતે બે જુથો વચ્ચે...

મોરબી : કારખાનામાં બાથરૂમમાં ન્હાતા ન્હાતા દેકારો કરવા બાબતે બે જુથો વચ્ચે મારામારી, સામસામે ફરિયાદ નોંધાઈ

મોરબીના લખધીરપુર રોડ પર હોલીસ સિરામિકમાં રહી કોન્ટ્રાકટર તરીકે કામ કરતાં મૂળ પશ્ચિમ બંગાળના વતની તપનભાઇ વિશ્વજીતભાઈ ધોસએ મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેના કોન્ટ્રાક્ટ નીચે કામ કરતા મજુર પ્રકાશ, જન્ટુ ઉર્ફે બબલુ અને દેબાબ્રત ઉર્ફે મુન્ના એમ ત્રણેય જણા કારખાનાના બાથરૂમમાં ન્હાતા હતા ત્યારે ન્હાતા ન્હાતા દેકારો કરતા હતા ત્યારે વિક્રમસિંગના કોન્ટ્રાક્ટ નીચે કામ કરતા ચંદ્રપાલની પત્ની વંદના તથા તેની બહેન સુખદેવી ત્યાં કપડા ધોવા આવેલ અને તેમને દેકારો કરવાની નાં પાડતા બોલાચાલી થયેલ જે બાબતનો ખાર રાખી આરોપી વિક્રમસિંગ ગુજ્જર, જયકરણ અને ચન્દ્રપાલએ લોખંડના પાઈપ તથા ધોકા સાથે આવી આરોપી વિક્રમસિંગ ગુજ્જરએ લોખંડનાં પાઈપ વડે ફરિયાદી તપનભાઇને માથાના ભાગે તથા જમણા હાથની કોણીના ભાગે તથા આરોપી જયકરણએ લાકડાના ધોકા વડે ફરિયાદી તપનભાઈની પીઠના ભાગે ઈજા કરેલ તથા આરોપીઓએ કવાર્ટરનો દરવાજો તોડી સાથેનો વ્યક્તિ કાર્તિક જે અંદર સુતેલ હતો તેને લોખંડના પાઈપ તથા લાકડાના ધોકા વડે માર મારતા જમણા પગમાં તથા ડાબા હાથની ટચલી આંગળીના ભાગે ફેકચર કરેલ તેમજ સાથેના રઘુનાથને માથાના ભાગે લોખંડનો પાઈપ મારી ઈજા કરી વચ્ચે છોડાવવા પડતા સાથેના સુમનને મોથાના ભાગે ઈજા કરી ગાળાઓ આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી

- Advertisement -
- Advertisement -

તો સામાપક્ષે મુળ રાજસ્થાનનાં વતની અને લખધીરપુર રોડ પર હોલીસ સિરામિકમાં રહી કોન્ટ્રાકટર તરીકે કામ કરતાં વિક્રમસિંગ ગોવિંદસિંગ ગુજ્જરએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેના કોન્ટ્રાક્ટ નીચે કામ કરતા મજુર ચંદ્રપાલની પત્ની તથા બહેન સાથે આરોપીઓ તપનભાઈ ઘોસ, પ્રકાશ મુરમુ, જન્ટુ ઉર્ફે બબલુ બેરા અને દેબાબ્રત ઉર્ફે મુન્ના ધોસએ ન્હાતા ન્હાતા દેકારો કરતા હતા તે બાબતે બોલાચાલી થતા ફરિયાદી વિક્રમસિંગ તથા સાથેના વ્યક્તિઓ તેમને સમજાવવા જતા આરોપી તપન ધોસએ ફરિયાદીને માથાના ભાગે લોખડનો પાઈપ મારી ઈજા કરેલ અને અન્ય આરોપીઓએ સાથેના ચંદ્રપાલને નાકના ભાગે ઈજા કરી તથા જયકરણને મૂઢ ઈજા કરી સાથેના વ્યક્તિઓને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. મોરબી તાલુકા પોલીસે બંને પક્ષની ફરિયાદ નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!