Thursday, October 10, 2024
HomeGujaratમોરબી : જેતપર મચ્છુ બ્રીજ અને પીપળીયા ચાર રસ્તા સુધીના રસ્તાનું મરામત...

મોરબી : જેતપર મચ્છુ બ્રીજ અને પીપળીયા ચાર રસ્તા સુધીના રસ્તાનું મરામત કામ હાથ ધરાયું

મોરબી-માળિયાના ધારાસભ્ય બ્રિજેશ મેરજાના ધ્યાને આવતા જુદા જુદા રસ્તાના મરામતની કામગીરી કરવાની જરૂરીયાત હોય એથી નેશનલ હાઈવેથી માળિયા પીપળીયા સુધીના રસ્તામાં ખાસ કરીને માળિયા વાગડિયા દરવાજા પાસેનો બિસ્માર રસ્તો તાકીદના ધોરણે મરામત કરવા સુચના આપી હતી તે મુજબ મરામત કામગીરી શરુ કરવામાં આવી છે. તે ઉપરાંત જેતપર મચ્છુ ખાતેના બ્રીજમાં ઉપરની છલતીમાં ખાડો પડેલ તે યુધ્ધના ધોરણે પુરાવીને વાહનચાલકોને પડતી મુશ્કેલી નિવારી લીધેલ છે લીલાપર ચોકડીથી ઉમિયા સર્કલ સુધીના રોડમાં જ્યાં પણ મેટલ અને પેચવર્ક જરૂરત હોય ત્યાં તાત્કાલિક કામ શરુ કરી દેવાશે અવની ચોકડીથી રવાપર ચોકડીના ભાગમાં આરસીસી કામની જરૂરિયાત છે તે કામ બે-ત્રણ દિવસમાં જ હાથ ધરાશે
મોરબી-માળિયા વિસ્તારના જુદા જુદા રસ્તાઓ પર વરસાદને લીધે ખાડાઓ પડ્યા છે તે માટે માર્ગ મકાન વિભાગના સ્ટેટ હાઈવે તેમજ પંચાયત રસ્તાના કાર્યપાલક ઈજનેરોને ખાસ તાકીદ કરી પેચવર્ક કરવા જણાવ્યું છે અને સંબંધિત અધિકારીઓને ખાસ સુચના આપવામાં આવી છે જેમાં કામમાં કચાશ રહેશે તો જવાબદારી નિયત કરીને પગલા ભરતા પણ અચકાશું નહિ તેવી ચેતવણી પણ ધારાસભ્ય દ્વારા આપવામાં આવી છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!