ગરવી-2 પોર્ટલમાં દસ્તાવેજ નોંધણી માટે એપોઇનમેન્ટ લેવા માટેના સ્લોટની સંખ્યામાં વધારો કરવા અને નોંધણીની કામગીરી માટે તમામ સ્લોટો પ મિનીટના અંતરે કરવા માટે રેવન્યુ બાર એસોસીએશન મોરબી દ્વારા માગ કરવામા આવી છે. અને આ મામલે મોરબી નોંધણી નિરીક્ષકને રજૂઆત કરવામાં આવી છે.
રેવન્યુ બાર એસોસીએશન મોરબી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આગામી તા. 15 એપ્રિલથી નવા જંત્રી દર લાગુ થવાની સરકારના ઠરાવની હકીકતથી આપ વાકેફ છો અને નાણાકીય વર્ષ પૂરું થવામાં છે. દર વર્ષે માર્ચ મહિનામાં દસ્તાવેજ નોંધણી માટે લોકોનો ઘસારો રહેતો હોય છે. જે બંને કારણોથી હાલ દસ્તાવેજ નોંધણીના ટોકન-એપોઇનમેન્ટ બૂક થવાની સંખ્યામાં ખુબ વધારો થયો છે. પરંતુ મોરબી સબ રજિ. દસ્તાવેજ નોંધણી કરાવવા ઈચ્છતા લોકોને પુરતા સ્લોટ ગરવી પોર્ટલમાં ઉપલબ્ધ નથી તેવી રજુખાત અમો દ્વારા વારંવાર કરવામાં આવેલ છે અને તે અનુસંધાને જે સ્લોટો ઉપલબ્ધ કરાવવામાં આવે છે તે બિલ્કુલ પુરતા નથી અને છેલ્લે તા.૨૧-૩-૨૦૨૩ ના રોજ સબ રજિ.-૪ નું લોગઈન ચાલુ કરી જે સ્લોટો વધા૨વામાં આવેલ તે પણ તે જ દિવસે ગણતરીના બે કલાકમાં બુક થઈ ગયેલ છે. જેનાથી અમોની રજૂઆત કે નોંધણી માટે સ્લોટ વેઈટીંગ ઘણું જ વધારે છે. તેની સમર્થન મળે છે, હાલે અમોએ અમારા વકીલ મંડળના તમામ સભ્ય વકીલો પાસેથી માહિતી મેળવેલ છે તે મુજબ અંદાજે ૯૦૦ જેવા દસ્તાવેજોના પક્ષકારો નોંધણી અપોઈન્ટમેન્ટ મેળવી શકેલ નથી અને તેઓ સ્લોટ વધા૨ાની કોઈ વ્યવસ્થા થાય તેની રાહ જોઈ રહયા છે.
રેવન્યુ બાર એસોસીએશન મોરબી દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું હતું કે, નાગરિકો જયારે પવર્તમાન સ્ટેમ્પ ડયુટી અને રજિસ્ટ્રેશન ફી ભરપાઈ કરીને નોંધની માટેની અપોઈન્ટમેન્ટ મેળવવા માંગતા હોય ત્યારે ગરવી પોર્ટલમાં અપોઈન્ટમેન્ટના સ્લોટ ઉપલબ્ધ ન હોવા અને કચેરીમાં સ્ટાફ પુરતો ન હોવાના કારણે નાગરિકો દંડાઈ તે વાત કોઈપણ રીતે વ્યાજબી નથી. નાગરિકો સ્ટેમ્પ ડયુટી ભરપાઈ કરવા તૈયાર હોય રજિસ્ટ્રેશન ફી ચુકવવા તૈયાર હોય અને તંત્રના પોર્ટલમાં સ્લોટ ઉપલબ્ધ ન હોય તો તે તંત્રની વ્યવસ્થાકીય ખામી છે. એમાં નાગરિકોનો કોઈ દોષ નથી. તંત્રની વ્યવસ્થાકીય ખામીનો ભોગ નાગરિકો ન બનવા જોઈએ તેવી અમોની નમ્ર અરજ છે. માટે તાત્કાલિક વિકલ્પો ધ્યાને લઈ યોગ્ય વ્યવસ્થા અમલી બનાવવા અને નોંધણી માટેના સ્લોટો ઉપલબ્ધ કરાવવા અરજ છે. આગામી તા.૧૪-૪-૨૦૨૩ સુધીમાં આવતી તમામ જાહેર રજાઓ તથા બીજા-ચોથા શનિવાર તથા રવિવારના દિવસે ૫૪ સબ રજિસ્ટ્રાર કચેરી ચાલુ રાખવામાં આવે અને તે દિવસના સ્લોટો ગરવી પોર્ટલમાં તાત્કાલિક અત્યારથી જ ખોલવામાં આવે તેવી વિનંતિ છે. તમામ ટોકન ”પ’ મિનીટના અંતરના કરી આપવામાં આવે તે રીતે સ્લોટો વધારવા વિનંતિ છે. તેમ રેવન્યુ બાર એસોસીએશન મોરબી દ્વારા જણાવવામાં આવ્યું હતું.