મોરબી આરટીઓ નજીકનો પુલ રીપેરીંગ માટે હાલ બંધ હોય ત્યારે વૈકલ્પિક વ્યવસ્થા કરવાની માંગ સાથે મોરબી કોલ એસો દ્વારા આવેદન પાઠવવામાં આવ્યું છે
મોરબી કોલ એસો પ્રમુખ જીજ્ઞેશભાઈ કૈલા, ઉપપ્રમુખ રજનીકાંત ગાંભવા અને નિષિધભાઈ અઘારાએ જીલ્લા કલેકટરને આવેદન પાઠવી જણાવ્યું છે કે હાલ ચોમાસાની ઋતુ ચાલે છે અને વરસાદ પણ તાજેતરમાં વરસ્યો છે મોરબીમાં સિરામિક ઇન્ડસ્ટ્રીઝ જુદી જુદી પ્રકારના કોલનો ઉપયોગ મોટા પ્રમાણમાં થતો હોય છે જ્યાં મોરબી કોલ એસોના તમામ વેપારીઓ કોલ ઈમ્પોર્ટ કરી સિરામિકમાં સપ્લાય કરીએ છીએ તાજેતરમાં આરટીઓ કચેરી પાસે આવેલ પુલ જર્જરિત હાલતમાં હોય જેથી રીપેરીંગ ચાલુ હોય અને પુલ પર અવરજવર પ્રતિબંધ કરવાનું જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે
આ પુલ બંધ થવાથી કોલ એસોના વેપારીઓને ઘણી જ મુશ્કેલી વધી રહી છે માળિયા થઈને પીપળીયા ચાર રસ્તા થઈને ફરીને આવવું પડે છે જેથી કોલની ડીલીવરી મળવામાં સમય જાય છે અને ભાડામાં પણ વધારો થતા તકલીફનો સામનો કરવો પડે છે પુલ હાલ રીપેરીંગ માટે બંધ છે ત્યારે પુલ જ્યાં સુધી પૂર્વવત ના થાય ત્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવા માંગ કરી છે વૈકલ્પિક સુવિધા માટે મોરબી શહેરમાં ટ્રકને પસાર કરવા દેવા પરવાનગી આપવામાં આવે તેવું જાહેરનામું બહાર પાડવા માંગ કરવામાં આવી છે