રાજકોટ રેન્જ આઇ.જી. અશોકકુમાર યાદવ તેમજ પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી દ્વારા નાસતા ફરતા આરોપીને પકડી પાડવા ઝુંબેસ શરુ કરવામાં આવેલ હોય જે અન્વયે કામગીરી કરતા દરમિયાન મોરબી એસ.ઓ.જી. ટીમે માળીયા મિયાણામાંથી ગાંધીધામ (કચ્છ) ના ચોરીના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડી જેલ હવાલે કર્યો છે.
મળતી માહિતી અનુસાર, ગઈકાલે મોરબી એસ.ઓ.જી. સ્ટાફ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન પોલીસ કોન્સ્ટેબલ સતિષભાઇ ગરચર તથા ભાવેશભાઇ મિયાત્રાને બાતમી મળેલ કે, ગાંધીધામ પોલીસ સ્ટેશન (પૂર્વ કચ્છ) એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરીના ગુનામાં નાસ્તો ફરતો આરોપી મહેશભાઇ પરબતભાઇ પરમાર (રહે જાજાસર તા.માળીયા(મિ) જી.મોરબી) હાલે પોતાના ગામ જાજાસર ગામના ઝાપા પાસે આવેલ રામદેવપીરના મંદીર પાસે ઉભેલ છે. અને આરોપીએ શરીરે બ્લુ કલરનું ટીશર્ટ તથા લીલા કલરનું નાઇટ પેન્ટ પહેરેલ છે. જે હકીકતના આધારે મોરબી એસ.ઓ.જી. ટીમે સ્થળ પર તપાસ કરતા આરોપી મહેશભાઇ ઉર્ફે મયલો પરબતભાઇ પરમાર (રહે.જાજાસર તા.માળીયા(મિ) જી.મોરબી) મળી આવતા ગઈકાલે તેને સી.આર.પી.સી.કલમ ૪૧(૧) આઇ મુજબ હસ્તગત કરી માળીયા (મી) પોલીસ સ્ટેશનને આગળની કાર્યવાહી કરવા સોપી આપવામાં આવ્યો છે…