Saturday, April 25, 2026
HomeGujaratમોરબી: અવની ચોકડી નજીક પોલીસને જોઈ બુટલેગર વિદેશી દારૂ ભરેલ મોપેડ મૂકી...

મોરબી: અવની ચોકડી નજીક પોલીસને જોઈ બુટલેગર વિદેશી દારૂ ભરેલ મોપેડ મૂકી ફરાર

પોલીસે વિદેશી દારૂ, એક્સેસ મોપેડ, મોબાઇલ સહિતનો મુદ્દામાલ કબ્જે લીધો.

- Advertisement -
- Advertisement -

મોરબીમાં પોલીસ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન અવની રોડ ઉપર અવની પાર્ક સોસાયટીના ગેઇટ નજીક બુટલેગર પોલીસને દૂરથી જોઈ જતા, મોપેડ મૂકીને ફરાર થઈ ગયો હતો. પોલીસે મોપેડની તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂના ૪૩ ચપલા મળી આવ્યા હતા, જેથી પોલીસે વિદેશી દારૂ, મોપેડ અને મોબાઇલ મળી કુલ રૂ.૬૫,૭૫૦નો મુદ્દામાલ કબ્જે કરી બુટલેગરની અટક કરવા તજવીજ શરૂ કરી છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન અવની રોડ ઉપર અવની પાર્ક સોસાયટી પાસે બુટલેગર આરોપી મનિષભાઇ ઉર્ફે પેંગો જયકિશનભાઈ અનાવડીયા હાલ રહે-અવની ચોકડી દુકાનમા મુળરહે-એસ.બી.આઈ બેન્ક વાળી ગલી મીલની ચાલી રતનપર સુરેન્દ્રનગર વાળો પોલીસને જોઈ પોતાનું સુઝુકી એક્સેસ મોપેડ રજી. નં. જીજે-૨૭-એફઈ-૨૧૨૪ મૂકીને ફરાર થઈ ગયો હતો. જેથી પોલીસે મોપેડની તલાસી લેતા, ડેકીમાંથી વિદેશી દારૂ એન્ટિકયુટી વ્હિસ્કીના ૧૮૦એમએલ.ના ૪૩ ચપલા તેમજ એક મોબાઇલ ફોન મળી આવ્યા હતા. જેથી પોલીસે વિદેશી દારૂ રૂ.૧૦,૭૫૦, મોપેડ રૂ.૫૦,૦૦૦ અને મોબાઇલ રૂ.૫,૦૦૦ મળી કુલ રૂ.૬૫,૭૫૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ સાથે પોલીસે નાસી ગયેલ આરોપી વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!