Wednesday, October 28, 2026
HomeGujaratમોરબીમાં બિલ વગરના ૪૨ મોબાઈલ સાથે બે દુકાનધારકો ઝડપાયા

મોરબીમાં બિલ વગરના ૪૨ મોબાઈલ સાથે બે દુકાનધારકો ઝડપાયા

રેલવે સ્ટેશન રોડ પર એસઓજી અને એઆરસી સેલની કાર્યવાહીમાં રૂ.૨૧ હજારના મોબાઈલ કબજે કરાયા.

- Advertisement -
- Advertisement -

મોરબીના રેલવે સ્ટેશન રોડ પર આવેલી બે મોબાઈલ દુકાનોમાં તપાસ દરમિયાન બિલ કે આધાર પુરાવા વગરના અલગ-અલગ કંપનીના ૪૨ મોબાઈલ મળી આવ્યા હતા. એસઓજી અને એઆરસી સેલની ટીમે બે દુકાનધારકોને અટકાયતમાં લઈ આગળની કાર્યવાહી માટે એ ડિવિઝન પોલીસને સોંપ્યા છે.

મોરબી એસઓજી અને એઆરસી સેલની ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન રેલવે સ્ટેશન રોડ પર આવેલી નિલકંઠ મોબાઈલ અને શિવશક્તિ એસેસરીઝ નામની બે દુકાનોમાં તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન બંને દુકાનોમાંથી અલગ-અલગ કંપનીના કુલ ૪૨ મોબાઈલ ફોન મળી આવ્યા હતા. પોલીસે મોબાઈલ ફોન અંગે બિલ અને આધાર પુરાવા માગતાં દુકાનધારકો પાસે તે ઉપલબ્ધ ન હોવાનું જણાવાયું હતું. જેથી ચોરી કે છળકપટથી મેળવેલા હોવાની શંકાના આધારે બીએનએસએસની કલમ ૧૦૬(૧) મુજબ કુલ રૂ.૨૧,૦૦૦/-ની કિંમતના મોબાઈલ ફોન કબજે કરવામાં આવ્યા હતા.

આ મામલે દુકાનધારક આરોપી ગજેન્દ્રસિંહ ભોપાલસિંહ ધવેશા રહે.લક્ષ્મીનારાયણ એપાર્ટમેન્ટ સામાકાંઠે મોરબી અને વિષ્ણુભાઈ સમનારામજી ચૌધરી રહે.ગાયત્રીનગર વાવડી રોડ મોરબી વાળાની બીએનએસએસની કલમ ૩૫(૧)(ઈ) મુજબ અટકાયત કરી, આગળની કાર્યવાહી માટે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!