એલસીબી ટીમે દરોડો પાડી રૂપિયા ૩૭,૯૦૦/- ની રોકડ કબજે કરી
મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક એસ.આર.ઓડેદરાના માર્ગદર્શન હેઠળ ઇન્ચાર્જ એલસીબી પીઆઇ એન.બી.ડાભીએ દારૂ, જુગારની પ્રવૃતિ પર અંકુશ લાવવા જરૂરી માર્ગદર્શન અને સૂચના આપતા એલસીબીના પો.હેડ.કોન્સ. સંજયભાઈ મૈયડ તથા પો.કોન્સ. ભગીરથસિંહ ઝાલાને મળેલ હકીકત આધારે મોરબી સીટી એ ડિવીઝન વિસ્તારના કાલીકા પ્લોટમાં ૫રસોત્તમયોક પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમીને આધારે દરોડો પાડતા રેઇડ દરમ્યાન આરોપી નરેન્દ્ર ઉર્ફે નલો અમૃતલાલ પાટડીયા, વિજયભાઇ ઉર્ફે વજુ લાખાભા ફુનડા, જયદિપ ઉર્ફે મયો ઝવેરીભાઇ રતન, લાલજીભાઇ ભાણજીભાઇ સોલંકી, અનિલ ઉર્ફે રાજાભાઈ હરીલાલ રાજા અને રમેશ મનહરલાલ સોલંકી, રહે.તમામ મોરબી વાળાઓને રોકડા રૂપીયા ૩૭,૯૦૦/- ના મુદામાલ સાથે આરોપીઓને પકડી પાડયા હતા. આ તમામ આરોપીઓ વિરૂધ્ધ જુગાર ધારા કલમ હેઠળ મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવેલ છે.
આ કામગીરી ઇન્ચાર્જ એલસીબી પીઆઇ એન.બી.ડાભી, એચસી સંજયભાઇ મૈયડ, પૃથ્વીરાજસિંહ જાડેજા, પીસી ભગીરથસિંહ ઝાલા, નિર્મળસિંહ જાડેજા, પેરોલ ફર્લો સ્કવોડના એચસી વિક્રમસિંહ બોરાણા,જયવંતસિંહ ગોહીલ ચંન્દ્રકાંતભાઇ વામજા ભરતભાઇ મિયાત્રા તથા રણવીરસિંહ જાડેજા વિગેરે જોડાયેલ હતા.