Saturday, April 27, 2024
HomeGujaratનંબર પ્લેટ વગર બેફામ રીતે ચાલતા ટ્રક-ડમ્પરો, મોડીફાઇડ કરેલ સાયલેન્સર વાળા બુલેટ...

નંબર પ્લેટ વગર બેફામ રીતે ચાલતા ટ્રક-ડમ્પરો, મોડીફાઇડ કરેલ સાયલેન્સર વાળા બુલેટ ચાલકો, બ્લેક ફિલ્મ વાળી ગાડીઓ વિરૂધ્ધ દાખલારૂપ કાર્યવાહી કરતી મોરબી જિલ્લા પોલીસ

મોરબી જીલ્લામાં અકસ્માતના બનાવો બનતા હોય છે જેમાં અમુક વાહન ચાલકો તેમના વાહનમાં નંબર પ્લેટ લગાવતા નથી જેથી નંબર પ્લેટ વગર બેફામ રીતે ચાલતા ટ્રક-ડમ્પરો તથા મોડીફાઇડ કરેલ સાયલેન્સર બુલેટ ચાલકો તથા બ્લેક ફિલ્મ વાળી કારમાં અનધિકૃત લખાણ વાળી નંબર પ્લેટ લગાવી વાહન ચાલકો મોરબી જીલ્લાના માર્ગો પર ફરી રહેલ હોય જેથી જીલ્લા એસ.પી. સુબોધ ઓડેદરાએ આ સંબંધે તાત્કાલીક અસરકારક અને દાખલારૂપ કાર્યવાહી કરવા ઝુંબેશ હાથ ધરેલ હોય જે અન્વયે આજ રોજ મોરબી જીલ્લાના તમામ પોલીસ સ્ટેશન તથા ટ્રાફિક શાખાને સૂચના આપતા ના.પો.અધિ. મોરબી વિભાગના માર્ગદર્શન હેઠળ જુદી જુદી ટીમો બનાવી અધિકારી તથા કર્મચારી સાથે પૂરઝડપે તેમજ નિયમોનો ભંગ કરતા ડમ્પરો, મોટર-કાર તથા બુલેટ મોટર સાયકલોના ચાલકો જે ઓવર સ્પિડમાં તેમજ ભયજનક રીતે ચલાવીને નીકળેલ વાહનોને ઝડપી પાડી જેના કેસો-૧૨ તથા નંબર પ્લેટ વગરના તેમજ ગેરકાયદેસર લખાણ તથા સુશોભીત નંબર તથા ડબલ સાયલેન્સર વાળા વાહનોને એમ.વી.એકટ ૨૦૭ મુજબ ડીટેઇન-૪૯ તથા નંબર પ્લેટ વગરના તેમજ ગેરકાયદેસર લખાણ તથા સુશોભીત નંબર તથા શીટ બેલ્ટ વગરના તથા કાળા કાચ વાળા તથા વાહનને લગતા દસ્તાવેજી કાગળો કે ચાલકનું લાયન્સ સાથે નહિ રાખે તથા રોંગ સાઇડમાં તથા ચાલુ વાહને મોબાઇલ ફોનમાં વાત કરતા નીકળેલ વાહન ચાલકો વિરૂધ્ધ એન.સી. કેસો-૧૧૧ કરી તેનો સ્થળ દંડ રૂ.૫૨,૦૦૦/- વસુલ કરેલ આમ વાહન ચાલકો વિરૂધ્ધ દાખલારૂપ કાર્યવાહી કરેલ છે અને હજુ પણ વાહન ચાલકો ઉપરોકત મોડીફાઇય કરેલ સાયલેન્સરો કે વાહનને લગતા દસ્તાવેજી કાગળો કે ચાલકનું લાયન્સ સાથે નહિ રાખે અને ભયજનક રીતે કે ટ્રાફિકને અડચણરૂપ વાહનો પાર્કિંગ કરશે અને ટ્રાફિકના નિયમોનું ભંગ કરશે તેઓના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે.

- Advertisement -
- Advertisement -

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!