ગઈકાલે મોરબી એસ.ઓ.જી. ટીમે મોરબીના ઘુટુ રોડ પર રહેણાંક મકાનમાં ગાંજાનુ વેચાણ કરતા ઇસમને ગાંજાના જથ્થા સાથે પકડી પાડ્યો હતો.
મળતી માહિતી અનુસાર, રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવ તેમજ મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠીએ એન.ડી.પી.એસ. ડ્રાઇવ અંગે અસરકારક કામગીરી કરવા સુચના કરેલ જે અન્વયે મોરબી એસ.ઓ.જી.ના પીઆઇ એમ.પી.પડ્યાના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. ચાર્ટર મુજબની કામગીરી કરવા એસ.ઓ.જી.સ્ટાફ પ્રયત્નશીલ હોય તે દરમ્યાન તેઓને ખાનગી બાતમી મળેલ કે, કાદરભાઇ નાનુભાઇ મુલતાની (રહે આઇ.ટી.આઇ સામે ઘુટુ રોડ મોરબી) પોતાના રહેણાંક મકાનમાં ગેરકાયદેસર માદક પદાર્થ ગાંજો રાખી તેનું ખાનગીમા વેચાણ કરે છે. તેવી ચોકકસ હકીકતનાં આધારે સ્થળ પર રેઇડ કરતા કાદરભાઇ નાનુભાઇ મુલતાની વનસ્પતી જન્ય માદક પદાર્થ ગાંજાનાં રૂ.૧૧,૬૯૦ની કિંમતના ૧ કિલો ૧૬૯ ગ્રામ ગાંજો તથા અન્ય મુદ્દામાલ મળી કુલ રૂ.૧૯,૦૯૦/-ની મત્તા સાથે મળી આવતા એન.ડી.પી.એસ.એક્ટ હેઠળ કાર્યવાહી કરી મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવેલ છે.