Saturday, July 27, 2024
HomeGujaratમોરબી SOGએ ઝડપેલ BSNLના બોગસ ટેન્ડર કૌભાંડમાં ઘટસ્ફોટ:એક આરોપી રિટાયર્ડ નેવી ઓફિસર...

મોરબી SOGએ ઝડપેલ BSNLના બોગસ ટેન્ડર કૌભાંડમાં ઘટસ્ફોટ:એક આરોપી રિટાયર્ડ નેવી ઓફિસર તો બીજો બન્યો હતો બોગસ ઈન્કમટેકસ ઓફિસર!

બીએસએનએલ રાજકોટના જનરલ મેનેજર યોગેશકુમાર ગઢશીરામ ભાસ્કર ની ફરિયાદ ને આધારે મોરબી એસઓજી દ્વારા છટકુ ગોઠવી વાંકાનેરના શાસ્ત્રીનગરમાં આવેલ રોયલ કેર હોસ્પીટલના તબીબ ડો. ધર્મેન્દ્રસિંહ ઝાલા તથા વાંકાનેર મીલ પ્લોટમાં આવેલ સાંઈ હોસ્પીટલના ડો. જીજ્ઞેશ ધીરજભાઈ દેલવાડીયાને ખોટી ઓળખ આપી ઉઘરાણી કરે તે પહેલા જ ત્રણ ઈસમોને મોરબી SOG દ્વારા પકડી પાડવામાં આવ્યા હતા. ત્યારે આ મામલે આરોપીઓ ની પુછપરછ માં નવો ઘટસ્ફોટ થયો છે અને આરોપીઓના ગુનાહિત ઇતિહાસની વાત કરી તે તો સ્પેશિયલ છબ્બિસ ફિલ્મની જેમ ખોટા ઓફિસરો બનીને રેડ પણ કરી ચૂક્યા છે અને જેલમા મિત્રો બનેલા આરોપીઓ એ ટોળકી બનાવી પોતાના કારનામા શરૂ કરી દીધા પરંતુ મોરબી એસઓજી દ્વારા આ ઠગબાજોને ઝડપી લઈને તેમના મનસુબા પર પૂર્ણ વિરામ મૂકી દીધું હતું.

- Advertisement -
- Advertisement -

 

મળતી માહિતી અનુસાર, ડોક્ટરોને બી.એસ.એન.એલ.ના એમ્પ્લોઇના મેડીકલ સારવારના કોંટ્રાકટના એમ.ઓ.યુ. આપવા અને તેની અવેજીમાં પોતાને કમીશન આપવા પ્રલોભન આપી બી.એસ.એન.એલ,રાજકોટના નામે ખોટા લેટર ટ્રેડ પર ખોટા ટેંડર બનાવી અને તેમાં ખોટો રબ્બર સ્ટેમ્પ કરી ખોટા દસ્તાવેજનો ખરા તરીકે ઉપયોગ કરી ડોકટરો પાસેથી લાખો રૂપીયા પાડવા વાંકાનેર આવેલ યુ.પીના રામ લક્ષમણ ગામ ખાતે રહેતા રમેશ રામસુભાગ પ્રજાપતી તથા ભોપાલના વોર્ડ નં-૮૫ લાલારામ ચોકડી સામે કલ્યાસોન પૂલ પાસે સમરધા ગામ હોશંગાબાદ રોડ પોસ્ટ હુઝુર ખાતે રહેતા સુનીલ દેવીદયાલ નામદેવ તથા ભોપાલમાં ઇસ્લામ પૂરા પંચાયતી મસ્જીદ પાસે રહેતા સલમાન નબીમહમદ કુરેશી નામના ત્રણેય ઇસમોને છટકુ ગોઠવી ડોકટરો પાસેથી લાખો રૂપીયાની છેતરપીંડી કરી રૂપીયા પડાવી લે તે પહેલા જ પકડી પાડ્યા હતા. જે બનાવમાં નવો ઘટસ્પોટ થયો છે.

રમેશ રામસુભાગ પ્રજાપત પોતે નેવીમાથી ૨૦૦૪માં નિવૃત થયા હતા. જે બાદ તે પી.ટી.ઓફસર તરીકે હેર પિરમાં કામ કરતા હતા, જેથી ટેન્ડર બનાવવાની પ્રક્રિયાથી વાકેફ હોય અને અંગ્રેજી-હિન્દી ભાષામાં સારી રીતે લખી વાંચી સમજી સકતો હોય અને પોતાના વતનમાં તેણે એકેડેમી સ્કુલ ખોલેલ હોય પરંતુ કોરોના કાળમાં સ્કૂલ બંધ થઇ ગયેલ અને પોતાના પિતાની સારવારમા અને પોતાના હ્રદયની સારવામાં નાણાકીય જરૂરીયાત પડેલ જેથી ટુકો રસ્તો અપનાવી ઇન્ટરનેટના માધ્યમથી બી.એસ.એન.એલ.ના ટેન્ડરના નમુના ડાઉનલોડ કરી તેમા અંગ્રેજી ફોન્ટમાં કોમ્પ્યુટરથી સુધારા કરી પ્રિન્ટ કરી ‘બી.એસ.એન.એલ. રાજકોટમાં હાલમાં જનરલ મેનેજર કોણ છે તે ઓનલાઇન તપાસી તેમજ મોટી હોસ્પીટલો પણ ઓનલાઇન જાણી ડોકટરોના નામ મોબાઇલ નંબર જાણી લઇ તેનું લીસ્ટર બનાવી અને બી.એસ.એન.એલ. રાજકોટના જનરલ મનેજરના હોદાનો રબ્બર સ્ટેમ્પ અને રાઉન્ડ રબ્બર સ્ટેમ્પ બનાવડાવી ખોટા ટેન્ડર બનાવી તેમા ડોકટર અને હોસ્પીટલોના હસ્તાક્ષરે લીલાકલરની શાહીની પેનથી અંગ્રેજી ભાષામાં નામ સરનામા લખી જનરલ મેન્જરની સહી કરી ર્ડોકટરોને છેતરી તેની સાથે વિશ્વાશઘાત અને ઠગાઇ કરી નાણા મેળવવા અને બી.એસ.એન.એલ. રાજકોટની પ્રતિષ્ઠાને હાની પહોંચાડી જનરલ મેનેજરનું ખોટું નામ હોદો ધારણ કરી ગુનો આચરેલ છે. અને આ ગુનામા અન્ય બંન્ને આરોપીઓ મદદમા સાથે આવેલ આ ત્રણેય આરોપીએ મળી પૂર્વ આયોજીત કાવતરૂ રચી આ ગુનો આચરેલ છે. તેમ વાંકાનેર સીટી પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું હતું.

આરોપીઓની ગુનાહીત પુર્વ ઇતિહાસ ની વાત કરીએ તો રમેશ રામસુભાગ પ્રજાપતી પ્રથમ વખત દહેરાદુન આજ પ્રકારના ગુનામા વર્ષ ૨૦૧૪ મા પકડાયેલ અને ફરી વખત વર્ષ ૨૦૧૮માં ભોપાલમા પકડાયેલ હતો જ્યાં જેલમાં સુનીલ દેવીદયાલ નામદેવ નામના બીજા આરોપી સાથે સંપર્ક થયેલ જેને અગાઉ ભોપાલમા વર્ષ ૨૦૧૮મા મોટર સાયકલ ચોરીમાં જેલમા હતા. સુનીલનો સલમાન નબીમહમદ કુરેશી નામનો આ ગુનાનો ત્રીજો આરોપી મીત્ર હોય પ્રથમ વખત આ ગુનો આચરરવા સાથે આવેલ રમેશ રામસુભાગ પ્રજાપતી ત્રીજી વખત ખલીલાબાદમા ઇન્કમટેક્ષ ઓફસર તરીકે સોનીની દુકાને ત્યાના સ્થાનીક ૬ ઇસમોને મદદમા લઇ રેઇડ કરતા વર્ષ ૨૦૧૯ મા પકડાયેલ હોવાનુ જણાવેલ હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!