Tuesday, June 25, 2024
HomeGujaratમોરબીમાં સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા પરિવાર દ્વારા અંતાક્ષરી હરીફાઈનું આયોજન

મોરબીમાં સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા પરિવાર દ્વારા અંતાક્ષરી હરીફાઈનું આયોજન

મોરબીમાં સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા પરિવાર દ્વારા અંતાક્ષરી હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બહોળી સંખ્યામાં સમાજની બહેનો ઉપસ્થિત રહી હતી અને 70ના દાયકાથી લઈ અત્યાર સુધીના નવા બોલીવુડ ગીતોની રમઝટ બોલાવી હતી.

- Advertisement -
- Advertisement -

મોરબીમાં સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા પરિવાર દ્વારા યોજાયેલ અંતાક્ષરી હરીફાઈમાં મહિલાઓએ મનમુકી ગીતો ગઈ મજા માણી હતી. અને આ હરીફાઈમાં જજ અને લેનાર બધા બહેનોનો મોરબીમાં સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા પરિવાર દ્વારા આભાર માનવામાં આવ્યો હતો.જયારે વિજેતા ટીમને ગિફ્ટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.ત્યારે આ કાર્યક્રમમાં પ્રમુખ નીલાબેન પંડિત, મંત્રી શીતલબેન જોષી, જિલ્લા પ્રમુખ કિરણબેન ઠાકર સહિતના તમામ બહેનોએ જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આ કાર્યક્રમ પરશુરામ ધામ ખાતે યોજવામાં આવ્યો હતો. અને તેમાં પ્રમુખ ભુપતભાઇ પંડીયા અને તેમની ટીમે સિંહ ફાળો આપ્યો હતો. તેમજ હીનાબેન, ભાવનાબેન, પારૂલબેન, નિશાબેન, પ્રવિણાબેન, જયશ્રીબેન અને માજી પ્રમુખ, ગીતાબેન, મીનાબેન, નિમિષાબેન અને અરુણાબેન બધાએ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!