Friday, November 29, 2024
HomeGujaratમોરબી એસઓજી/સાયબર ક્રાઇમ અને પેરોલ ફર્લો સ્કવોડની ટીમે NDPSના ગુન્હામાં સાત માસથી...

મોરબી એસઓજી/સાયબર ક્રાઇમ અને પેરોલ ફર્લો સ્કવોડની ટીમે NDPSના ગુન્હામાં સાત માસથી ફરાર આરોપીને રાજસ્થાનથી ઝડપી પાડયો

મોરબી એસ. ઓ.જી/સાયબર ક્રાઇમ અને પેરોલ ફર્લો સ્કોવડની ટીમે મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં એન. ડી.પી.એસ ના ગુન્હામાં છેલ્લા સાતેક માસથી નાસતા ફરતા આરોપીને રાજસ્થાનથી પકડી પાડવામાં આવ્યો છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી જિલ્લામાં ગુન્હામાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવાની પોલીસ અધીક્ષક દ્વારા સૂચના આપવામાં આવતા મોરબી પેરોલ ફર્લો સ્કવોડ, એસ. ઓ.જી અને સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન અને અધિકારીઓની ટીમ ગુન્હાઓની તપાસમાં પંજાબ તથા રાજસ્થાનમાં ગઈ હતી. ત્યારે ટીમના અધિકારીઓને ખાનગી રાહે બાતમી મળી હતી કે મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એન. ડી.પી.એસ ના ગુન્હામાં છેલ્લા સાતેક માસથી નાસતો ફરતો આરોપી પ્રવીણ ઉર્ફે દિનેશ ભેરારામ ખીલેરી રાજસ્થાનના સાંચોર તાલુકાના સરણાઉ ખાતે છે. ત્યારે બાતમીના આધારે આરોપીના ઘરે તપાસ કરી આરોપીને પકડી મોરબી પેરોલ ફર્લો કચેરીએ લાવી પૂછપરછ કરી ધોરણસરની કાર્યવાહી કરી મોરબી સિટી બી ડિવિઝન ખાતે આગળની કાર્યવાહિ માટે સોંપી દેવામાં આવ્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!