મોરબી જિલ્લાની વિવિધ બેંકોમાં વારંવાર જમા રકમમાંથી ડુપ્લીકેટ ભારતીય ચલણની નોટ મળી આવવાની ઘટના બનતા મોરબી પોલીસ વડા દ્વારા જીલ્લા એસ.ઓ.જી પોલીસને માર્ગદર્શન આપી ડુપ્લીકેટ નોટ છાપી દેશના અર્થતંત્રને માઠી અસર પહોંચાતા અસામાજિક તત્વોને ઝડપી પાડવા સૂચના આપતા મોરબી એસ.ઓ.જી. ટીમ દ્વારા મોરબી સામાકાંઠે કેસર બાગમાંથી સુરેન્દ્રનગર જિલ્લાના બનાવટી ભારતીય ચલણી નોટોના બે ગુન્હામાં છેલ્લા દસ માસથી નાસતા આરોપીને પકડી પાડવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર, રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવ તેમજ મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠીએ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના કરેલ હોય જે અન્વયે મોરબી એસ.ઓ.જી.ના પી.આઇ. એમ.પી.પંડ્યાના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી.ની ચાર્ટર મુજબના ગુન્હામાં નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢી અસરકારક કામગીરી કરવા જણાવેલ હોય જે અન્વયે એસ.ઓ.જી.મોરબીના તમામ કર્મચારીઓ કાર્યરત હતા. એ દરમિયાન મોરબી એસ.ઓ.જી. ટીમ ને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, સુરેન્દ્રનગર જિલ્લાના બનાવટી ભારતીય ચલણી નોટોના બે ગુન્હાનો આરોપી યુનીશ અલીમહંમદભાઇ ભટ્ટી (રહે. કાજરડા તા.માળીયા જી.મોરબી) નાસતો ફરતો હોય અને હાલમા મોરબી સામાકાંઠે આવેલ કેશરબાગની અંદર જાડ નીચે બેઠેલ હોય અને તેને શરીરે સફેદ કલરનો જીણી ડિઝાઇન વાળો આખીબાયનો શર્ટ તથા કોફી કલરનું પેન્ટ પહેરલ છે. તેવી મળેલ બાતમીના આધારે બાતમી વાળી જગ્યાએ જઇ તપાસ કરતા ઉપરોક્ત હકીકત મુજબના વર્ણન વાળો ઇસમ મળી આવતા તેને હસ્તગત કરી ધોરણસરની કાર્યવાહી કરવા મોરબી સીટી બી ડીવી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.