રાજકોટ જિલ્લાના રેન્જ IG અશોકકુમાર યાદવે તેમજ મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીએ મોરબી જિલ્લામાં શરીર/મિલ્કત સબંધીત વણશોધાયેલ ગુન્હાઓ શોધી કાઢવા અને તેમાં ગયેલ મુદ્દામાલ ૧૦૦ % રીકવર કરી આરોપી શોધી કાઢવા માટે સઘન વાહન ચેકીંગ તેમજ શકમંદ ઇમસોને તપાસવા અને આ કાર્યવાહીમાં પોકેટકોપનો મહત્તમ ઉપયોગ કરી વણશોધાયેલ ગુન્હા શોધી કાઢવા પોલિસ તંત્રને સુચના આપેલ હતી. જે અંગેની કાર્યવાહી કરતા દરમીયાન મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં વાહન ચોરીનો બનાવ બનતા જેની મળેલ ચોક્કસ બાતમી આધારે ટીંબડી, પાટીયા પાસે વોચ ગોઠવી વાહન ચોરી કરનાર ઇસમને એક મોટર સાયકલ તથા છ મોબાઇલ સાથે મોરબી એસ.ઓ.જી.ની ટીમે ઝડપી પાડયો છે.
મળતી માહિતી અનુસાર, એમ.પી.પંડ્યા, મોરબી એસ.ઓ.જી.નાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર અને
એસ.ઓ.જી. ટીમે રાજકોટ રેન્જ IG અને મોરબી જિલ્લા પોલીસ અધિક્ષકે સુચના કરતા જે અન્વયે એસ.ઓ.જી પી.એસ.આઈ એમ.એસ.અંસારી તથા એસ.ઓ.જી. મોરબીના કર્મચારીઓ મોરબી માળીયા નેશનલ હાઇવે રોડ ટીંબડી પાટીયા પાસે વાહન ચેકીંગ તથા શકમંદ ઇસમ તપાસતા હતા તે દરમ્યાન સાથેના પોલિસ કોન્સ્ટેબલ સતીષભાઇ સુખભાઇ ગરચર તથા કોન્સ્ટેબલ આશિફભાઇ રહીમભાઇ રાઉમાને ખાનગી બાતમી રાહે હકીકત મળેલ કે, એક ઇસમ એક હીરો મોટર સાયકલ નંબર પ્લેટ વગરનુ લઇ નીકળનાર છે. તેમજ તેણે કેટલાક મોબાઇલ ફોન ચોરી કરી મેળવેલ છે તે પણ તેની પાસે છે, તેવી ચોકકસ હકીકત મળતા તે હકીકતનાં આધારે ટીંબડી પાટીયા પાસે વોચ રાખતા હાજીભાઇ અકબરભાઇ માણેક નામનો ૨૪ વર્ષિય યુવક હીરો પ્લસ સ્પ્લેનડર સહિત જુદા જુદા ૬ મોબાઈલ સાથે મળી આવતા તેને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સોંપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી