Monday, May 20, 2024
HomeGujaratમોરબીના વિદેશી દારૂનાં ગુનામાં છેલ્લા ચારેક માસથી નાસતો ફરતો આરોપી ઝડપાયો

મોરબીના વિદેશી દારૂનાં ગુનામાં છેલ્લા ચારેક માસથી નાસતો ફરતો આરોપી ઝડપાયો

ગુજરાતનાં DGP દ્વારા સમગ્ર ગુજરાતમાં આગામી સમયમાં વિધાન સભાની સામાન્ય ચુંટણી-૨૦૨૨ માં કાયદો અને વયસ્થાની પરીસ્થિતી જળવાય રહે અને સમગ્ર ચુંટણી મુકત અને ન્યાય વાતાવરણમાં યોજાય તેવા હેતુસર આવા નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે સ્પેશ્યલ ડ્રાઇવનુ આયોજન કરવામા આવ્યું હતું. જે અન્વયે રાજકોટ જિલ્લાના રેન્જ આઇ.જી અશોકકુમાર યાદવે નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીને સુચના આપતા તેઓએ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર કે.જે.ચૌહાણને નાસતા ફરતા આરોપીઓને પકડવા જરૂરી સુચના માર્ગદર્શન આપ્યું હતું. જેને લઈ કાર્યવાહી કરતા દરમિયાન મોરબી લોકલ ક્રાઇમ બ્રાન્ચે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ઇંગ્લીશ દારૂના ગુનામાં છેલ્લા ચારેક માસથી નાસતા ફરતા આરોપીને પકડી પાડી જેલ હવાલે કર્યો છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી એલ.સી.બી. પી.એસ.આઈ. એન.એચ.ચુડાસમા અને એલ.સી.બી.ની પેરોલ ફર્લો સ્કોડનાં સ્ટાફના માણસો સાથે નાસતા ફરતા આરોપીઓને પકડવા પ્રયત્નશીલ હતા. જે દરમ્યાન પેરોલ ફર્લો સ્કોડના પોલિસ કોન્સ્ટેબલ જયવતર્સિહ ગોહીલ, પૃથ્વીરાજસિહ જાડેજા, દશરથસિંહ ચાવડાને ખાનગી રાહે હકિકત મળેલ કે, મોરબી તાલુકા પોલિસ સ્ટેશનમાં પ્રોહી કલમ-૬૫એઇ,૧૧૬બી,૮૧ મુજબના પ્રોહીબીશનના ગુનામાં નાસતો ફરતો આરોપી રામદેવસિંહ ઉર્ફે ડકુ રણજીતસિંહ જાડેજા હાલે માળીયા મિ. પાસે આવેલ ઓનેસ્ટ હોટલ ખાતે ઉભેલ છે. જે હકિકત મળતા જ સ્ટાફ સાથે માળીયા મિ, પાસે આવેલ ઓનેસ્ટ હોટલ ખાતે પોલીસે તપાસ કરતા નાસતો ફરતો આરોપી રામદેવસિંહ ઉર્ફે ડકુ રણજીતસિંહ જાડેજા મળી આવેલ હતો. તેથી તેની અટક કરવા પહેલા કોવીડ-૧૯ અંતર્ગત મેડીકલ તપાસણી કરાવવી જરૂરી હોય જેથી આરોપીને હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે મોરબી તાલુકા પોલિસ સ્ટેશનમાં સોપવા આવ્યો હતો અને તાલુકા પોલિસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!