રાજકોટ રેન્જ IG અશોકકુમાર યાદવ તેમજ મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીએ આગામી દિવસોમાં આવનાર ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી પ્રક્રિયા શાંતી પૂર્ણ રીતે થાય તે અનુસંધાને મોરબી એસ.ઓ.જી.ની ટીમ પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓએ બાતમીના આધારે દરોડા પાડીને મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા જુના બસ સ્ટેશન પાસેથી એક ઇસમને તેમજ મોરબી તાલુકાની રવિરાજ ચોકડી પાસેથી એક ઈસમ મળી અલગ અલગ બે જગાએથી બે ઇસમોને ગેરકાયદેસર હથિયાર અને જીવતા કાર્ટીસ સાથે ઝડપી લેવાયા હતા.
મળતી માહિતી અનુસાર, મોરબી એસ.ઓ.જી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એમ.પી.પંડ્યા સહિતની એસઓજી ટીમ ગેરકાયદેસર હથિયારો રાખતા ઇસમોને ઝડપી પાડવા કાર્યરત હોય કરેલ હોય એ દરમિયાન ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એમ.પી. પંડ્યાને બાતમી મળેલ કે, હારૂન ખમીશા વાઘેર હાલમાં પોતાની પાસે એક દેશી હાથ બનાવટની પીસ્તોલ અને કાર્ટીઝ પોતાના કબજા રાખી જુના બસ સ્ટેશન પાછળની પશ્ચિમ દિશા બાજુની શેરીમાં બેઠો છે. તે બાતમીના આધારે સદરહુ જગ્યાએ રેઇડ કરતા હાઉનભાઇ ઉર્ફે રસીદભાઇ ખમીશાભાઇ થૈયમ નામનો ઈસમ દેશી હાથ બનાવટની એક પિસ્તોલ અને ૮ જીવતા કાર્ટીસ સાથે મળી આવેલ તેના વિરૂધ્ધ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એકટ મુજબ ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
જયારે બીજા દરોડામાં એસ ઓ જી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એમ.પી.પંડયાને બાતમી મળેલ કે, તોફીક કરીમ પીંજારા નામનો વ્યક્તિ હાલમાં પોતાની પાસે એક દેશી હાથ બનાવટનો તમંચો અને કાર્ટીઝ પોતાના કબજામાં રાખી અને હાલમાં મોરબી રવિરાજ ચોકડીના ઓવરબ્રિજ નીચે ઉભો છે. જે બાતમીનાં આધારે પોલીસે રેઇડ કરતા તૌફીક કરીમભાઇ ખોખર નામનો ૨૮ વર્ષીય ઇસમ દેશી હાથ બનાવટનો તમંચો-૦૧ અને ૦૨ જીવતા કાર્ટીસ સાથે મળી આવેલ તેના વિરૂધ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.