મોરબી પોલીસ અધિક્ષક એસ. આર. ઓડેદરાની સુચનાથી મોરબી એસ. ઓ. જી. પોલીસ ઈન્સપેકટર જે. એમ. આલ નાઓ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા આઈ. પી. સી. કલમ ૩૭૯,૨૮૫,૪૭૧ વિ. મુજબ રૂપાવટી ગામની સીમમાં સરકારી ખરાબામાં I.O.C.L. ની પાઈપલાઈન માં ભંગાણ કરી ઓઈલ ચોરીના ગુન્હામાં નાસતા ફરતા આરોપી અંગે ખાનગીરાહે બાતમી મળતા તુરંત જ એક એસ. ઓ. જી. ટીમ બનાવી ગાંધીનગર જીલ્લાનાં કલોલ ખાતે મોકલતા નાસતો ફરતો આરોપી અક્ષયભાઈ સામતભાઈ ચાવડા (રહે. હાલ રઘુવીર સોસાયટી, વિભાગ નં. ૦૧, મકાન નં. ૫૬, જગદીશભાઈ પ્રજાપતિનાં મકાનમાં, કલોલ જી. ગાંધીનગર મુળ રહે. હિરાધન સીટી, બી-૧૦૨, I.O.C. રોડ, ચાંદખેડા અમદાવાદ) વાળો મળી આવતા મજકુરને કોવીડ-૧૯ રીપોર્ટ કરાવી ધોરણસરની અટક કરી આગળની તપાસ તજવીજ કરેલ છે.
આ કામગીરીમાં મોરબી એસ. ઓ. જી. પોલીસ ઈન્સપેકટર જે. એમ. આલ., કિશોરભાઈ મકવાણા, પો. હેડ કોન્સ. પરેશભાઈ પરમાર, પો. કોન્સ. ધર્મેન્દ્રભાઈ વાધડીયા તથા રમેશભાઈ રબારી સહિતનાઓ રોકાયેલ હતા.