રાજકોટ જિલ્લા રેન્જ આઇજી અશોકકુમાર યાદવ તેમજ મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીએ આગામી દિવસોમાં આવનાર ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી પ્રક્રિયા અનુસંધાને નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના કરેલ હોય જેથી કામગીરી કરતા દરમિયાન જામનગર મહિલા પોલીસ સ્ટેશનના ઘરેલુ અત્યાચારના ગુન્હામાં છેલ્લા ૫ માસથી નાસતા ફરતા આરોપીની ભાળ મેળવી મોરબી એસ.ઓ.જી.ટીમેં શોધી કાઢ્યો છે.
મળતી માહિતી અનુસાર, મોરબી એસ.ઓ.જી.નાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એમ પી,પંડ્યાને એસ.ઓ.જી.ની ચાર્ટર મુજબની કામગીરી કરવા તેમજ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના મળેલ હોય જેથી મોરબી એસ.ઓ.જી.સ્ટાફ પ્રયત્નશીલ હોય તે અન્વયે પોલીસ હેડ કોન્સ્ટેબલ જુવાનસિંહ ભરતસિંહ રાણા તથા કોન્સ્ટેબલ આશીફભાઇ રહીમભાઇ રાઉમાને બાતમી મળેલ કે, જામનગર મહિલા પોલીસ સ્ટેશનનો આરોપી અશોકભાઇ વાલજીભાઇ મધોડીયા નાસતો ફરતો હોય જે મોરબી જેતપર રોડ ઉપર લેકમી સીરામીક પાસે હોવાની હકીકત મળતા તેની તપાસ રેઇડ કરી આરોપીને હસ્તગત કરી મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરાવી જામનગર જિલ્લા પોલીસ કંન્ટ્રોલરૂમને આરોપી અંગે જાણ કરવામાં આવી છે.