મોરબી કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપમાં જોડાયેલા ઉમેદવારો ને પણ ટિકિટ આપવામાં આવી હતી જેમાં વિધાનસભા ચૂંટણી સમયે કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપમાં જોડાયેલા પૂર્વ પાલિકા પ્રમુખ કેતન વિલપરાની વોર્ડ .10 માંથી ટિકિટ ભાજપ દ્વારા આપવામાં આવી હતી જેમાં ભાજપનો વિજય થયો છે તો મોરબી જીલ્લા પંચાયત ના પૂર્વ પ્રમુખ અને કોંગ્રેસ આગેવાન કિશોર ચીખલીયા ભાજપ સાથે જોડાયા હતા જેમાં બાદમાં નરાજગી સાથે કિશોર ચીખલીયા ભાજપમાં જોડાયા હતા ત્યારે ભાજપે તેની પત્ની અસ્મિતાબેન કિશોર ચીખલીયા ને દહીંસરા ગામેથી ટિકિટ આપી હતી જેનો આજે વિજય થતા ફરી એક વાર કિશોર ચીખલીયા ના પત્ની સાથે જીલ્લા પંચાયત માં એન્ટ્રી થઈ છે પરંતુ આ વખતે પક્ષ ભાજપ છે ત્યારે હવે આગમી સમયમાં કોંગ્રેસ માટે મોરબીમાં એન્ટ્રી કરવી લોઢાના ચણા ચાવવા જેવી સ્થિતિ પ્રજાએ ઉભી કરી દીધી છે.