મોરબી ડુપ્લીકેટ ઇન્જેક્શન રેકેટમાં મોરબી પોલીસે કુલ ૨૧ ઈસમોને પકડી પાડ્યા હતા જે પૈકી ૧૮ આરોપીને રિમાન્ડ પર સોપવામાં આવ્યા હતા જેમાં અગાઉ ૭ ઇસમોના રિમાન્ડ પૂર્ણ થતા જેલહવાલે કરવામાં આવ્યા હતા. તો આરોપીઓ જેમાં કૌશલ મહેન્દ્ર વોરા, પુનીત ગુણવંત શાહ, પ્રકાશ મધુકર વાકોડે, ધર્મેશ ઈશ્વર પટેલ,ધીરજ શિવપૂજન કુશવાહ, હસન અસ્લમ સુરતી, ફહીમ ઉર્ફે ફઈમ હારૂન મેમણ, નફીસ કાસમ મન્સૂરી તેમજ એમપીના ત્રણ ઈસમો સુનિલ રાઘવેન્દ્ર મિશ્રા, સપન સુરેન્દ્ર્કુમાર જૈન વાણિયા અને કુલદીપ ગોપાલ સાબલિયા જાતે કુમાવત એમ ૧૧ ઈસમોના તા. ૧૬ સુધીના રિમાન્ડ મંજુર થયા હોય જે આરોપીઓને આજે કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા. તો કોરોના પોઝિટિવ આવેલા ચાર ઈસમોનાં તા. ૨૪ સુધીનાં ૮ દિવસનાં રિમાન્ડ કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવ્યા હોવાની માહિતી મળી રહી છે.