મોરબી જીલ્લામાં કોરોનાનાં વધતાં સંક્રમણને ધ્યાનમાં રાખીને રાત્રિ કર્ફ્યુ લગાવવામાં આવ્યું છે ત્યારે મોરબી જીલ્લામાં ગઈકાલે રાત્રી કરફ્યુ તથા કોરોના ગાઈડલાઈન્સનો ભંગ કરનારા ૩૮ જેટલા લોકો સામે પોલીસે કડક કાર્યવાહી કરી હતી જેમાં ગઈકાલે રાત્રે જાહેર માર્ગો ઉપર આંટાફેરા કરી રાત્રી કરફ્યુનો ભંગ કરતા ૪ લોકો, કરફ્યુમાં દુકાન ખુલ્લી રાખનાર ૧ વેપારી, નિયમ કરતા વધુ મુસાફરો બેસાડીને માસ્ક તથા સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરનાર ૧૦ જેટલા રીક્ષા ચાલકો, માસ્ક વગર નીકળેલા ૫ લોકો, હળવદમાં નિયમ કરતા વધુ મુસાફરો બેસાડીને માસ્ક તથા સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરનાર રીક્ષાચાલક, માળીયા (મી.) માં નિયમ કરતા વધુ મુસાફરો બેસાડીને માસ્ક તથા સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરનાર રીક્ષાચાલક તેમજ બોલેરો પીકઅપ ગાડીના ચાલક અને શાકભાજીની દુકાનના માલિક, ટંકારામાં નિયમ કરતા વધુ મુસાફરો બેસાડીને માસ્ક તથા સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરનાર ૪ રીક્ષાચાલકો, બાઈકચાલક, વાંકાનેરમાં વધુ ભીડ એકત્ર કરી માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરનાર દુકાનદાર, પાથરણાવાળો, સોના-ચાંદીની દુકાનના માલિક, તરબૂચના થડાવાળો તેમજ માસ્ક વગર જાહેરમાં નીકળેલા ૪ લોકો સહિત જિલ્લામાં કુલ ૩૮ જેટલા લોકો સામે ગુન્હાઓ નોંધીને નિયમ મુજબ કડક કાર્યવાહી કરવામાં આવી હતી.