Friday, April 26, 2024
HomeGujaratમોરબી : પુત્રીનાં જન્મદિવસની અનોખી ઉજવણી કરતાં ભાજપ અગ્રણી

મોરબી : પુત્રીનાં જન્મદિવસની અનોખી ઉજવણી કરતાં ભાજપ અગ્રણી

દરેક વ્યક્તિ માટે પોતાનો જન્મદિવસ ખાસ હોય છે અને લોકો જન્મદિવસની અનેકો પ્રકારે ઉજવણી કરતાં હોય છે. ત્યારે હાલ કોરોના મહામારી વચ્ચે મોરબી જીલ્લા ભાજપ અગ્રણી જીજ્ઞેશ કૈલા તથા મોરબી જીલ્લા પંચાયત ઉપપ્રમુખ જાનકીબેન કૈલાની લાડકી દીકરી રાગીનો આજે જન્મદિવસ છે ત્યારે પરિવારજનો દ્વારા જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં પરિવાર દ્વારા પુત્રી રાગીનાં જન્મદિવસ નિમિત્તે હાલ મોરબીમાં વિવિધ સંસ્થાઓ અને સમાજ દ્વારા ચાલતા કોવિડ સેન્ટરોમાં આર્થિક રીતે મદદરૂપ થવાનાં ઉમદા વિચાર સાથે તમામ કોવિડ સેન્ટરોમાં રૂ. ૧૧૧૧૧/- ની આર્થિક સહાય તથા ૧૦૦ રેપીડ ટેસ્ટ કિટ આપી પુત્રી રાગીનાં જન્મદિવસની વિશિષ્ટ ઉજવણી કરી કોરોના કાળમાં પોતાનું યોગદાન આપી લોકોને મદદરૂપ બન્યાં હતાં.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!