યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધની સ્થિતિને લઈને યુક્રેનમાં અભ્યાસ અર્થે ગયેલ ભારતીય અને ગુજરાતી વિધાર્થીઓની હાલત કફોડી બની છે યુદ્ધની કફોડી સ્થિતિ વચ્ચે અનેક વિદ્યાર્થીઓ ફસાયા છે ત્યારે રોમાનીયા બોર્ડર પર ફસાયેલ મોરબીનો વિધાર્થી આજે હેમખેમ વતન પરત આવશે.
યુક્રેનમાં યુદ્ધની હાલત વચ્ચે એમબીબીએસના અભ્યાસ અર્થે ગયેલ મોરબીનો કુલદીપ દવે રોમનીયા બોર્ડર પર ફસાયો હતો. ભૂખી તરશી હાલતમાં વતન પરત આવવા દરદર ભટકતા આ યુવાનને મોરબી પહોંચાડવા બ્રહ્મસમાજના આગેવાનો દ્વારા પણ ઉચ્ચ સ્તરે રજુઆત કરવામાં આવી હતી. જે રજુઆત રંગ લાવી હોય તેમ આજે કુલદીપ મોરબી પરત આવશે.આ ખુશીના સમાચાર સાંભળી સમસ્ત બ્રહ્મ સમાજમાં હર્ષ ની લાગણી ફેલાઈ છે.
આજે સાંજે કુલદીપ દવે મોરબી પરત પહોચશે.
યુક્રેનમાંથી હેમખેમ મોરબી પરત આવતા સાંસદ મોહન કુંડારિયા સહિત જીલ્લા ભાજપ પ્રમુખની ટીમ અને સમસ્ત બ્રહ્મસમાજના આગેવાનો કિશોરભાઈ શુક્લ, કેયુરભાઈ પંડ્યા અને અમૂલભાઈ જોષી દ્વારા કુલદીપનું સ્વાગત કરવામાં આવશે.