મોરબીની સબ રજિસ્ટારની કચેરીમાં કર્મચારીઓને કોરોના પોઝિટિવ આવ્યો છે જેમાં એક સબ રજીસ્ટાર અને કોમ્યુટર ઓપરેટર કોરોના સંક્રમિત થતા રજીસ્ટ્રાર કચેરીની કામગીરી હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે
જેમાં રજીસ્ટ્રાર કચેરીમાં એક સબ રજીસ્ટાર અને એક ઇ-સ્ટેપમ્પીગ ઓપરેટર કોરોનાથી સંક્રમિત થયા છે જો કે કચેરીની કામગીરી ચાલુ રાખવા કે ઉપરથી આદેશ હોવા છતાં આજે અન્ય ઓપરેટરો પણ કામગીરીથી અલિપ્ત રહ્યા હતા ત્યારે અનેક લોકો અહીંયા એક બીજાના સંપર્કમાં આવતા હોવાથી વધુ લોકો સંક્રમિત ન થાય એ માટે હાલ કામગીરી પર રોક લગાવી છે
તો બીજી આજે સોમવારે જોવાથી ૧૨૫ જેટલી અરજીઓ દસ્તાવેજ નોંધણી માટે હતી જેમાં ૨૨ દસ્તાવેજો ની જ નોંધણી થતાં ૧૦૩ દસ્તાવેજની નોંધણી ખોરંભે ચડી ગઈ હતી જો કે મોરબી જીલ્લા ના જુદા જુદા ગામડાઓ અને વિસ્તારમાંથી આવતા લોકોને ભારે હાલાકી સહન કરવી પડી હતી હાલ તમામ પોઝિટિવ કર્મચારીઓ સારવાર માં ખસે5આવ્યા છે જ્યારે અન્ય સ્ટાફને કોર્નટાઈન કરવામાં આવ્યા હતા જેના લીધે રજીસ્ટ્રાર ઓફિસ ક્યારે શરૂ થશે એ કહેવું મુશ્કેલ છે.