Monday, December 30, 2024
HomeGujaratમોરબી : વોર્ડ નંબર ૧૨ ના ઢગલાબંધ પ્રાણ પ્રશ્નો ઉકેલવા માટે રજુઆત

મોરબી : વોર્ડ નંબર ૧૨ ના ઢગલાબંધ પ્રાણ પ્રશ્નો ઉકેલવા માટે રજુઆત

મોરબી નગરપાલિકાને ઢગલાબંધ રજુઆતો કરતા વોર્ડ નંબર -૧૨ના કાઉન્સિલર નિમિષાબેન રાજેશભાઈ ભીમાણી

- Advertisement -
- Advertisement -

મોરબી,નગરપાલિકા વોર્ડ નંબર – ૧૨ ના જાગૃત અને સતત લોકોની સુખાકારી માટે ખડેપગે રહેનાર કાઉન્સિલર નિમિષાબેન રાજેશભાઈ ભીમાણીએ ચીફ ઓફિસર અને નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી કુસુમબેન પરમારને મળી નીચે મુજબના ઢગલાબંધ પ્રાણ પ્રશ્નો ઉકેલવા માટે રજુઆત કરેલ છે જેમકે વોરંટી પિરિયડમાં આવતા રોડ નર્મદા હોલથી હોલી સ્કૂલ અને વર્ધમાન એપાર્ટમેન્ટથી સ્મશાન સુધીનો રસ્તો મરામત કરવા બાબત, આલાપ પાર્ક,ખોડિયાર નગર, સુભાષ નગર,મહાવીર સોસાયટી એવન્યુ પાર્ક,વ્રજ વાટીકા, જયરાજ પાર્ક,શક્તિ સોસાયટી – ૧ અને ૨ વગેરે વિસ્તારોમા નવી સ્ટ્રીટ લાઈટો ફિટ કરવી તેમજ હાલમાં જે સ્ટ્રીટ લાઈટો ચાલુ છે એ ઉપરની તમામ સોસાયટીમાં તેમજ રવાપર લીલાપર કેનાલ રોડની તમામ મોંઘાભાવની લાઈટો ચોવીસ કલાક ચાલુ રહે છે જે દિવસની બંધ થવી જોઈએ જેથી વીજળીની બચત થાય અને લેમ્પનું આયુષ્ય પણ વધે,બંધ લાઈટો તાત્કાલિક રીપેર કરવી, પીવાના પાણી તેમજ વપરાશના પાણી અનિયમિત આવતું હોય નિયમિત અને પુરા ફોર્સથી પૂરું પાડવું,વર્ધમાન એપાર્ટમેન્ટથી તુલસી પાર્ક અને નર્મદા હોલ થી હોલી હર્ટ સ્કૂલથી બાપા સીતારામ ચોક સુધી બાપા સીતારામ ચોકથી અવની ચોકડી,બાપા સીતારામ ચોકથી નવા બસ સ્ટેન્ડ સુધી, અવની ચોકડીથી વર્ધમાન એપાર્ટમેન્ટ સુધીના રોડ દરરોજ સફાઈ કરવામાં આવે,કચરાની ગાડીની અનિયમિતતા દૂર કરવી, ભૂગર્ભ ગટરના ઢાંકણા અને રીંગો પુરી પાડવી,સોસાયટીઓના સાર્વજનિક પ્લોટ વિકસાવવા માટે પેવર બ્લોક ફિટ કરવા, પટેલ નગર અને ખોડિયાર પાર્કના મેઈન રોડ સી.સી.કરવા,વગેરે પ્રાણ પ્રશ્નો ઉકેલવા માટે દશ જેટલા પત્રો લખી રૂબરૂ ચીફ ઓફીસર અને નગરપાલિકાના પ્રમુખને મળી નિમિષાબેન રાજેશભાઈ ભીમાણી એ ઢગલાબંધ સમસ્યાઓ ઉકેલવા માટે રજુઆત કરેલ છે,

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!