મોરબી બ્રિજ દુર્ઘટના કેસમાં ઓરેવા કંપનીના માલિક જયસુખ પટેલ હાલ જેલવાસ ભોગવી રહ્યો છે. અને જેલમાંથી બહાર આવવા માટે સતત અરજીઓ પણ કરી રહ્યો છે. જેમાંથી એક અરજી જયસુખ પટેલ દ્વારા ગત તા. ૨૩ માર્ચનાં રોજ કરવામાં આવી હતી. જે અરજી સેશન્સ કોર્ટ દ્વારા નામંજૂર કરવામા આવી છે.
મળતી માહિતી અનુસાર, મોરબી પુલ હોનારતના મુખ્ય આરોપી અને રેગ્યુલર જામીનની અરજીના ઓર્ડરની રાહ જોઈ રહેલા જયસુખ પટેલની તબિયત લથડી હતી. તેના પગલે તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જે બાદ હવે મોરબી સેશન્સ કોર્ટ દ્વારા અરજી પર સુનાવણી કરવામાં આવી છે અને આરોપી જયસુખ પટેલની જામીન અરજી રદ્દ કરાઈ છે. તેમજ બંને પક્ષોની દલીલો ધ્યાને રાખી કોર્ટે ગત 29 માર્ચે આજે ઓર્ડર કરવાની તારીખ આપી હતી. જે બાદ આજે મોરબી કોર્ટ દ્વારા જયસુખ પટેલ દ્વારા કરાયેલ રેગ્યુલર જામીન અરજી રદ્દ કરાઇ છે.