આજ રોજ એ.આર.ટી .સેન્ટર,જનરલ હોસ્પિટલ,મોરબીના કર્મચારીઓ દ્વારા બ્લેક રીબીન તથા બ્લેક કપડાં પહેરીને ગુજરાત સ્ટેટ એડ્સ કંટ્રોલ સોસાયટી દ્વારા કર્મચારીઓના કોન્ટ્રાક્ટ નેશનલ એડ્સ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશનની એચ .આર પોલિસી મુજબનાં કરવા તથા ૨૦૧૭ માં કોર્ટમાં ગયેલ કર્મચારીઓના એપ્રિલ ૨૦૨૧ સુધી નિયમ મુજબ મળતા હતા પણ મેં ૨૦૨૧મા પગાર કપાત કરીને ૨૦૧૭ મુજબ કરેલ જેની સામે વિરોધ પ્રદર્શિત કર્યો હતો.
એ.આર.ટી યુનિયન દ્વારા ગુજરાત સ્ટેટે એડ્સ કંટ્રોલ સોસાયટીના અધિકારીઓ સાથે વાટાઘાટો પણ કરી હતી પરંતુ તેમના દ્વારા આજ સુધી કર્મચારીના હિતને ધ્યાનમાં રાખીને કોઈ પગલાં લેવામાં આવ્યા નહોતા જેથી ગુજરાત એ.આર.ટી યુનિયન દ્વારા શાંતિપૂર્ણ રીતે માત્ર પત્રવ્યવહાર તથા ઉચ્ચ અધિકારીઓ સાથે વાતઘાટો દ્વારા જ પોતાના હક્ક માટે લડત હાથ ધરવામાં આવી છે. એચ.આઈ.વી પીડિત દર્દીઓનાની સારવાર અને નિયમિત દવાની જરૂરિયાતને ધ્યાનમાં રાખી એ.આર.ટી. કર્મચારીઓ દ્વારા આજ સુધી કોઈ સ્થિગત, ધરણા કે સ્ટ્રાઇક કરવામાં આવેલ નથી અને જ્યા સુધી ૨૦૧૭ માં કોર્ટમાં ગયેલ કર્મચારીઓના પગાર નિયમ મુજબ પૂરો પગાર તથા કર્મચારીઓના કોન્ટ્રાક્ટ નેશનલ એડ્સ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન ની એચ.આર પોલિસી મુજબ નહિં કરવામાં આવે ત્યાં સુધી ગુજરાત એ.આર.ટી કર્મચારી યુનીયનની લડત ચાલુ રહેશે તેમ કર્મચારીઓેએ જણાવ્યું હતું.