મોરબી જીલ્લામાં દેશી-વિદેશી દારૂનો વેપલો અને હેરાફેરી કરતા બુટલેગરો પર જીલ્લા પોલીસતંત્રએ ધોંસ બોલાવી છે. બુટલેગરો નિતનવા નુસ્ખા અપનાવી વિદેશી દારૂની હેરાફેરી કરી રહ્યા છે. ત્યારે મોરબી તાલુકા પોલીસે ભરતનગર ગામની સીમમાંથી ટાયરોની વચ્ચે છુપાડેલ વિદેશી દારૂનો જથ્થો પકડી પાડી એક ઈસમની અટકાયત કરી છે.
મળતી માહિતી અનુસાર, મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની ટીમ ગઈકાલે પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, ભરતનગર ગામની સીમમાં, મોરબી-માળીયા નેશનલ હાઇવે રોડ ઉપર માં દુર્ગા ટાયરની કેબીન ધરાવતો શખ્સ વિદેશી દારૂનું વેચાણ કરે છે. જે હકીકતના આધારે પોલીસે સ્થળ પર રેઈડ કરી રોયલ ચેલેન્જર વ્હીસ્કીની રૂ.૭૮૦૦/-ની કિંમતની ૧૫ બોટલો તથા સ્કોચ મેલ્ટસ ફોર સ્મુથનેશ ટુબોરજ પ્રિમીયમ સ્ટ્રોંગ કલાસીક બીયરના રૂ.૨૪૦૦/-ની કિંમતના ૨૪ ટીનનો મુદ્દામાલ મળી કૂલ રૂ.૧૦,૨૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરી ચંદનકુમાર મનોજભાઇ દાસ (રહે-બાપા સિતારામ કોમ્પ્લેક્ષ ભરતનગર તા.જી.મોરબી (ભાડે) વતનગામ-માધોપુર શેખ ટોલી પોસ્ટ ઓફિસ-માધોપુરા થાના-મજૌલિયા જી-પશ્ચિમ ચમ્પારણ (બિહાર)) નામના ઈસમની અટકાયત કરી છે.