મોરબીમાં સીરામીક એકમોમાં કામ કરતા પરપ્રાંતીય મજૂરોના ગુમ થવાના, અપહરણ તેમજ બળાત્કાર, આપઘાત કરવાના બનાવો અટકાવવા મોરબી જિલ્લા પોલીસ દ્વારા સિરામિક ઉધોગકારો તેમજ સિરામિક લેબર કોન્ટ્રાક્ટરો સાથે બેઠક યોજી હતી અને જરૂરી સુચનાઓ આપી હતી.
મળતી માહિતી અનુસાર, મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સીરામીક એકમોમાં કામ કરતા પરપ્રાંતીય મજૂરોના ગુમ થવાના,અપહરણ તેમજ બળાત્કાર,આપઘાત કરવાના બનાવો ભુતકાળમાં ખુબ જ પ્રમાણમાં બનેલ છે. જેથી ભવિષ્યમાં આવા પ્રકારના ગુનાઓ બનતા અટકાવવા માટે મોરબી તાલુકા વિસ્તારમાં આવેલ સીરામીક એકમોના ઉધોગકારો તેમજ લેબર કોન્ટ્રાક્ટરોની મોરબી જિલ્લા પોલીસ દ્વારા આજે લાલપર ખાતે આવેલ સીરામીક એસોસિયનની ઓફિસ ખાતે મીટીંગનું આયોજન કરવામાં આવેલ હતું. આ મિટીંગમા સિરામીક એશોસીયનના પ્રમુખો તેમજ બહોળી સંખ્યામાં સિરામિક ઉધોગકારો તેમજ સિરામિક લેબર કોન્ટ્રાક્ટરો હાજર રહેલ હતા આ તમામને મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા અપહરણ તેમજ બળાત્કાર તેમજ આપઘાત કરવાના બનાવો અટકાવવા તથા ચોરીના બનાવો અટકાવવા તથા પરપ્રાંતીય મજૂરોનુ પોલીસ દ્વારા લોન્ચ કરવામાં આવેલ એપ્લિકેશનમાં રજીસ્ટ્રેશન કરાવવા બાબતે માહિતી આપેલ હતી. તેમજ ૧૮ વર્ષથી નાની ઉંમરના કોઇ પણ સગીર બાળકો કે બાળકીને કામ પર નહી રાખવા સમજ કરેલ તેમજ તમામ મજુરોની નોંધણી કરવા તેમજ દરેક વ્યકિતઓનું કારખાનામાં ફરજીયાત રજીસ્ટ્રેશન કરી રજીસ્ટર નિભાવવા અંગે સુચનાઓ આપેલ હતી.