રાજકોટ રેન્જ આઇજી અશોક કુમાર યાદવે પ્રોહિબિશન/જુગાર અંગેની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા પ્રોહિબિશન/જુગારની ડ્રાઇવનું આયોજન કરેલ હોય જે અન્વયે કામગીરી કરતા દરમિયાન મોરબી તાલુકા પોલીસ દ્વારા મોરબી તાલુકાના રફાળેશ્વર ચોકડી ખાતેથી દેશીદારૂનો મસમોટો જથ્થો ભરેલ મારૂતી સ્વીફટ કાર પકડી પાડી છે.
મળતી માહિતી અનુસાર, મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીની સુચના તેમજ નાયબ પોલીસ અધિક્ષક પી.એ.ઝાલાના સીધા માર્ગદર્શન હેઠળ વધુમાં વધુ પ્રોહિબિશન/જુગારના કેસો શોધી કાઢી ડ્રાઇવ દરમ્યાન અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય જે અનુસંધાને મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર કે.એ. વાળાના સીધા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસ કોન્સ્ટેબલ જયદીપભાઈ હર્ષદભાઈ પટેલ તથા પંકજભા પ્રવિણભા ગઢડાને મળેલ બાતમીના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર કે.એ વાળાએ સર્વેલન્સ સ્ટાફ સાથે ગઈકાલે મોરબી તાલુકાના રફાળેશ્વર ચોકડી પાસેથી રૂ.૧૦,૦૦૦/- ના ૫૦૦ લીટર દેશી દારૂ ભરેલી રૂ.૨,૦૦,૦૦૦/-ની સ્વીફટ કાર સહીત રૂ.૨,૧૦,૦૦૦/-ના મુદામાલ સાથે ચોટીલાના ડાકવડલા ખાતે રહેતા કમલેશભાઈ ધીરૂભાઈ ઉઘરેજીયા નામના શખ્સને પકડી પાડ્યો છે અને પ્રોહીબિશન ધારા હેઠળ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.