Saturday, May 4, 2024
HomeGujaratમોરબીમાં એક જ દિવસે બે ગંભીર અકસ્માતોમાં બે લોકો ઘવાયા

મોરબીમાં એક જ દિવસે બે ગંભીર અકસ્માતોમાં બે લોકો ઘવાયા

મોરબીમાં અકસ્માતોના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે. ત્યારે ગઈકાલે એક જ દિવસમાં બે ગંભીર અકસ્માતોના બનાવો પોલીસ ચોપડે નોંધાતા છે. જેમાં બે લોકો ગંભીર રીતે ઘવાતા તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, ગઈકાલે બપોરના સમયે મોરબીના ઘુંટુ ગામ ખાતે રહેતા પારૂબેન મનસુખભાઈ ચૌહાણ નામના મહિલા મોરબીના ગાંધી ચોક રિક્ષા સ્ટેન્ડ પાસેથી પગપાળા ચાલીને પસાર થઇ રહ્યા હતા. તે દરમિયાન GJ-36-N-6639 નંબરના મોટર સાયકલના ચાલકે પોતાનું મોટર સાયકલ પુર ઝડપે અને ગફલત ભરી રીતે ચલાવી ફરિયાદી મહિલાને અથડાવી દઈ નિચે પછાડી દઈ ગંભીર ઈજાઓ પહોંચાડતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જયારે અન્ય બનાવમાં વાંકાનેરના ઓળ ખાતે રહેતો કીશનભાઇ ગણપતભાઇ ઉર્ફે ધનાભાઇ વિજવાડીયા નામનો તેના મિત્ર હરેશભાઇ સાથે મોરબી નેશનલ હાઇવે રોડ પરથી GJ-36-H-8941 નંબરના હરેશભાઇના મોટરસાઇકલ પર પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન જીઓ કંપનીનાં પેટ્રોલપંપ સામે રોડ પર GJ-11-U-9142 નંબરના ટાટા ૪૦૭ નંબરના ટ્રકના ચાલકે રોન્ગ સાઈડમાં આવી ફરિયાદીની બાઈક સાથે ભટકાળી હરેશભાઇને ઈજાઓ પહોંચાડતા તેઓને સારવારમાં હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે. જયારે સમગ્ર મામલે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!