“આસમાન સે ગીરે ખજૂર પે અટકે” કહેવતને સાચી સાબિત કરતી એક ઘટના મોરબીમાં બનાવ પામી છે. જેમાં છોટાઉદેપુર જિલ્લાના પોલીસ જાપ્તામાંથી ફરાર થયેલ આરોપીને મોરબી તાલુકા પોલીસ દ્વારા પોકેટકોપ એપ્લીકેશનની મદદથી પકડી પાડવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર, મોરબી જીલ્લા ના વાર્ષિક તપાસણી દરમ્યાન રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવે ક્રાઈમ કોન્ફરન્સ રાખેલ હોય જેમાં તેઓએ તેમજ મોરબી એસ.પી. રાહુલ ત્રિપાઠીએ મોરબી જીલ્લામાં આવેલ કારખાનાઓમાં કામ કરતા બહારના મજુરોને ચેક કરી તેઓની ગુનાહીત પ્રવૃતી અંગે તપાસ કરી તેના વિરૂધ્ધ યોગ્ય કાર્યવાહી કરવા સુચના કરેલ હોય જે અંગે મુજબ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના અધીકારી/કર્મચારીઓ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ કારખાનામાં કામ કરતા બહારના મજુરોને ચેક કરવાની કામગીરીમાં હતા. તે દરમ્યાન નીચી માંડલ ગામ પાસે આવેલ કેવલ ગ્રીનીટો નામના કારખાનામાં મજુરી કામ કરતા ઈસમ સુરમલભાઈ હજારીયાભાઈ રાઠવા (ભચડીયા) (રહે, ખેરવાડા તા.સોઢવા જ.અલીરાજપુર (એમ પી હાલ. કૈવલ ગ્રીનટો નીચી માંડલ ગામ ની સીમ તા-જી મોરબી)ની પુછપરછ કરતા શંકાસ્પદ જણાતા પોકેટકોપ એપ્લીકેશનમાં આરોપી સર્ચ કરતા પાવી જેતપર પોલીસ સ્ટેશનના વિવિધ ગુણમાં સંડોવાયેલ હોવાનુ જણાતા પાવી જેતપર પોલીસ સ્ટેશનમાં આ બાબતે વેરીફાય કરતા ઈસમ ઉપરોકત ગુન્હામાં નાસતો ફરતો હોય જેથી આરોપીની સી.આર.પી.સી કલમ ૪૧(૧)(આઇ) મુજબ ધોરણસર અટક કરી આરોપીનો કબ્જો સંભાળવા પાવી જેતપર પોલીસ સ્ટેશનને જાણ કરવા તજવીજ હાથ ધરવામાં આવી છે.