પરિવારજનોએ પ્રેસ અને પોલીસનો આભાર વ્યક્ત કર્યો
આજ રોજ વેહલી સવારથી નવ્યુગ વિદ્યાલયના શિક્ષક રામદેવ ભાઈ ડાંગર નો પુત્ર અર્જુન રામદેભાઈ ડાંગર ઘરેથી કોઈને કહ્યા વગર જતો રહ્યો હતો .
જે બાદ પરિવારજનો એ શોધખોળ કરવાની સાથે મીડિયા દ્વારા પણ ગુમ થયા અંગે માહિતી પ્રસારિત કરવામાં આવી હતી અને આ બાબતે મોરબી તાલુકા પોલીસે પણ ગુમ યુવાન ને શોધી કાઢવા પોતાના પ્રયત્નો શરૂ કરી દીધા હતા જે દરમિયાન કલાકોની ગણતરીમાં મોરબી તાલુકા પોલીસે મોરબી ના રાજપર ગામ પાસે આવેલ બંધ મકાનમાંથી ગુમ થનાર અર્જુન ડાંગર ને શોધી કાઢી ને હેમખેમ પરિવાર જનો ને સોંપી દીધો હતો તેમજ આ કામગીરીમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન માં ફરજ બજાવતા નેહલબેન ગઢવી અને ચાવડા લખમણભાઈ દ્વારા કરવામાં આવી હતી અને આ તકે પરિવાર જનો દ્વારા મોરબીના મીડિયા માધ્યમો અને મોરબી તાલુકા પોલીસ નો આભાર વ્યક્ત કર્યો હતો.