Saturday, January 11, 2025
HomeGujaratમોરબીના રફાળેશ્વર ગામે કરિયાણાની દુકાનમાં થયેલ ચોરીનો ભેદ ગણતરીની કલાકોમાં ઉકેલતી મોરબી...

મોરબીના રફાળેશ્વર ગામે કરિયાણાની દુકાનમાં થયેલ ચોરીનો ભેદ ગણતરીની કલાકોમાં ઉકેલતી મોરબી તાલુકા પોલીસ

મોરબીમાં ઘરફોડ ચોરીની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં તસ્કરોએ હવે કરિયાણાની દુકાનને નિશાનો બનાવ્યો છે. જેમાં મોરબીના રફાળેશ્વર ગામે આવેલ મારૂતી પ્રોવિઝન સ્ટોર નામની દુકાનમાં તસ્કરોએ હાથફેરો કરી હજારો રૂપિયાની વસ્તુ છુમંતર કરી ગયા હોવાની પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબીનાં આલાપ સોસાયટી નવજીવન પાર્ક અક્ષર પેલેસ એપાર્ટમેન્ટ બ્લોક નંબર-૧૦૧ ખાતે રહેતા અરૂણકુમાર ભાણજીભાઇ સંઘાણીની રફાળેશ્વર જી.આઇ.ડી.સી. વૈશાલી ઇન્ડસ્ટ્રીઝ સામે પ્લોટ નંબર-૧૩૦ માં આવેલ મારૂતી પ્રોવિઝન સ્ટોર નામની દુકાનમાં ગત તારીખઃ-૧૫/૧૨/૨૦૨૩ના રાત્રીના સમયે કોઇ અજાણ્યા ચોર ઇસમ આરોપીએ તાળા તોડી દુકાનમાં પ્રવેશ કરી દુકાનમાં રાખેલા રૂ.૧૫૦૦/-ની કિંમતનું રીલાયન્સ કંપનીનું ૧૬ કીલોનું એક ગેસ સીલીન્ડર, રૂ.૬૦૦૦/-ની કિંમતનાં ઇન્ડેન કંપનીના બે ગેસ સીલીન્ડર તથા દુકાનના ગલ્લામાં રાખેલા રોકડ રૂ.૪૬૦૦/-મળી કુલ રૂ.૧૨,૧૦૦/-ની મત્તાની ચોરી કરી લઇ જતા સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. જેને લઈ ગુન્હાનો ભેદ ઉકેલવા મોરબી તાલુકા પોલીસ દ્વારા ચોરીમાં ગયેલ મુદ્દામાલ તથા ચોર ઇસમ બાબતે અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી. જે દરમિયાન મોરબી તાલુકાના રફાળેશ્વર ચોકડી પાસે વાહન ચેકીંગ કરતા દરમ્યાન એક GJ-03-CQ-3014 નંબરની મોટરસાઇકલનો ચાલક પોતાની મોટરસાઈકલમાં બંને સાઇડ એક-એક તથા પાછળ સીટ ઉપર એક એમ કુલ-૦૩ સિલીન્ડર સાથે શંકાસ્પદ હાલતમાં નીકળતા જેની પુછપરછ કરતા શંકાસ્પદ જણાતા ઇસમના ગુન્હાહિત ઇતિહાસ બાબતે પોકેટકોપના માધ્યમથી સર્ચ કરતા મોટરસાઈકલના મલિક માવજીભાઇ મનજીભાઇ જાદવ હોય જેથી મોટરસાઈકલ ચાલક ઈસમ અશોકભાઇ ગાંડાભાઇ ઉધરેજા (રહે. વઘાસીયા, તા.વાંકાનેર, જી.મોરબી)ની સઘન પુછપરછ કરતા ઈસમે ગુન્હાની કબુલાત આપતા ગુન્હાનો તમામ મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. તેમજ ઇસમ પાસેથી ગુન્હાના મુદ્દામાલ સિવાય પણ અન્ય શંકાસ્પદ ચીજવસ્તુ જેમાં રૂ.૧૦,૫૦૦/-ની કિંમતનાં ૦૬ મોબાઇલ ફોન તથા એક હિરો હોન્ડા કંપનીનુ GJ-03-CQ-3014 નંબરનું સ્પ્લેન્ડર મોટર સાયકલ જેની કિંમત રૂ.૨૦,૦૦૦/- મળી કૂલ રૂ.૩૦,૫૦૦/- નો ઉપરોકત ગુન્હા સિવાયનો મુદ્દામાલ મળી આવતા સી.આર.પી.સી. કલમ-૧૦૨ મુજબ કબ્જે કરી ઇસમની અટકાયત કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!