મોરબી તાલુકા પોલીસ મથક વિસ્તારમાંથી વર્ષ ૨૦૧૫માં રૂ.૨૩.૭૬ લાખના વિદેશી દારૂનો જથ્થો પકડાયાના કેસમાં છેલ્લા પાંચ વર્ષથી નાસતા ફરતા આરોપીને રાજકોટ રેન્જની ટીમે સાપરથી પકડી પાડી તેને મોરબી તાલુકા પોલીસ મથકને સોંપી આપ્યો છે.
બનાવની મળતી માહિતી અનુસાર રાજકોટ રેન્જની ટીમે મોરબી તાલુકા પો.સ્ટે. વિસ્તારમાંથી સને-૨૦૧૫ના સપ્ટેમ્બર માસમાં ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂનો કુલ કિ.રૂ.૨૩,૭૬,૦૦૦/- નો વિશાળ જથ્થો ભરેલ કન્ટેનર પકડાયેલ અને જે-તે વખતે આ કામેના સહઃ આરોપીઓ પકડાઇ ગયેલ જે ગુનામાં છેલ્લા પ(પાંચ) વર્ષથી નાસતો-ફરતો આરોપી જીગો ઉર્ફે જગો ઉર્ફે જગલાભાઇ મગનભાઇ ભીલ રહે. જુના દેવળીયા તા.હળવદ જી. મોરબી હાલ- સાપર મુળ- ઉમઠી હીરીયુ ફળીયુ તા.કવાટ જી.છોટાઉદેપુર વાળાને સાપર ગામેથી પકડી પાડવામાં આવ્યો છે.
રાજકોટ રેન્જની ટીમે હાલમા ચાલી રહેલ કોરોનાની મહામારી સંદર્ભે કોવીડ૧૯ અંગેની મેડીકલ તપાસણી કરાવવાની જરુરી સમજ સાથે મોરબી તાલુકા પો.સ્ટે. સોંપી આપી આગળની જરુરી કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.આ કામગીરીમાં પો.સ.ઇ. જે.એસ.ડેલા નાઓની સુચના અન્વયે સ્ટાફના ભગવાનભાઇ ખટાણા, મહાવીરસિહ પરમાર નાઓ સાથે રોકાયેલ હતા.