Friday, April 26, 2024
HomeGujaratમોરબી:દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા-૨૦૨૨ માટે અરજી કરવાની તારીખ ૧૯ ઓક્ટોબર સુધી લંબાવાઇ

મોરબી:દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા-૨૦૨૨ માટે અરજી કરવાની તારીખ ૧૯ ઓક્ટોબર સુધી લંબાવાઇ

સરકાર દ્વારા (૧) શ્રેષ્ઠ કાર્યક્ષમ દિવ્યાંગ કર્મચારીઓ/સ્વરોજગાર કરતી શ્રેષ્ઠ દિવ્યાંગ વ્યક્તિઓ (૨) દિવ્યાંગોને નોકરીએ રાખનાર શ્રેષ્ઠ નોકરીદાતાઓ અને (૩) દિવ્યાંગ વ્યક્તિઓને પગભર કરવાની કામગીરી કરતા પ્લેસમેંન્ટ ઓફિસરોને રાજ્ય કક્ષાના પારિતોષિક આપવાની યોજના અમલમાં છે.

- Advertisement -
- Advertisement -

જે અન્વયે દિવ્યાંગ પારિતોષિક મેળવવા ઇચ્છુક દિવ્યાંગ કર્મચારીઓ/અધિકારીઓ અથવા દિવ્યાંગ કર્મચારીઓને નોકરીમાં રાખનાર અધિકારીઓ/નોકરીદાતાઓ અથવા પ્લેસમેન્ટ ઓફિસરોએ અથવા સ્વરોજગાર કરતા દિવ્યાંગ વ્યક્તિઓએ નિયત નમુનામાં ફોર્મ ભરીને, (રાજ્ય કક્ષાના અને રાષ્ટ્રીય કક્ષાના પારિતોષિક માટે અલગ અલગ ફોર્મ ભરવાનું રહે છે) જરૂરી દસ્તાવેજો સાથે, બે નકલમાં તા.૧૯/૦૯/૨૦૨૨ સુધીમા રોજગાર વિનિમય કચેરી, જિલ્લાસેવા સદન રૂમ નં. ૨૧૪, બીજો માળ, સો-ઓરડી વિસ્તાર, મોરબીને રૂબરૂ કે ટપાલથી પહોંચતા કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો જેમાં એક માસની મુદ્દત વધારવામાં આવી છે. હવે આ અરજી ૧૯/૧૦/૨૦૨૨ સુધીમાં કરાવી શકાશે. અધુરી વિગત વાળી/નિયત સમય મર્યાદા બાદની અરજી રોજગાર કચેરી ખાતે સ્વીકારવામાં આવશે નહી.

જરૂરી ફોર્મ વેબસાઇટ www.talimrojgar.gujarat.gov.in પરથી મેળવી શકાશે અથવા રોજગાર વિનિમય કચેરી ખાતેથી વિના મુલ્યે મળી શકશે તેવું મોરબી રોજગાર અધિકારીની યાદીમાં જણાવાયું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!