Friday, April 19, 2024
HomeGujaratહળવદમાં જીએસટી વિભાગનું ચેકીંગ:જીએસટી રજિસ્ટ્રેશન વગર વેપાર કરતા વેપારીઓમાં ફફડાટ

હળવદમાં જીએસટી વિભાગનું ચેકીંગ:જીએસટી રજિસ્ટ્રેશન વગર વેપાર કરતા વેપારીઓમાં ફફડાટ

હળવદમાં જીએસટી વિભાગની ટીમો દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યા છે જેમાં હળવદ માં આવેલ મોબાઈલ,ઈલેક્ટ્રોનિક સહિત ની દુકાનોમાં જીએસટી વિભાગની ટીમોએ સર્ચ હાથ ધર્યુ હતું.

- Advertisement -
- Advertisement -

આ જીએસટી વિભાગનું ચેકીંગ આવ્યાના સમાચાર વાયુવેગે હળવદ શહેરમાં પ્રસરી જતા જીએસટી રજિસ્ટ્રેશન વગર વેપાર કરતા વેપારીઓ પોતાના વેપાર ધંધા બંધ કરીને રફ્ફુચક્કર થઈ ગયા હતા વધુમાં કાચી ચિઠ્ઠી ના આધારે વેપાર કરતા હોવાની બાતમીને આધારે આ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે.જોકે આગામી સમયમાં જીએસટી રજિસ્ટ્રેશન વગર વેપાર કરતા તમામ લોકો પર દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે તેમજ જે લોકોએ જીએસટી નમ્બર નથી મેળવ્યા તેઓને તાત્કાલિક જીએસટી નમ્બર મેળવી લેવા જીએસટી વિભાગના અધિકારી દ્વારા સૂચના આપવામાં આવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!