Friday, April 19, 2024
HomeGujaratમોરબી : ક્રિષ્ના હોસ્પિટલ પાસેથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો

મોરબી : ક્રિષ્ના હોસ્પિટલ પાસેથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો

મોરબી એ ડીવીઝન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે મોરબીના ક્રિષ્ના હોસ્પિટલના ગેઇટ પાસેથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે મૃતક શરીરે મધ્યમ બાંધાનો વાને ઘઉંવર્ણો ચહેરો લંબગોળ તથા તેને શરીરે કાળા કલરનું પેન્ટ તથા ભુખરા કલરની બંડી પહેરેલ છે. તેનાં જમણાં હાથે અંગ્રેજીમાં B તથા દિલનાં ચિત્રમાં S બાગ M ત્રોફાવેલ છે. હાલ આ અજાણ્યા પુરુષની ઓળખ મેળવવા માટે એ ડીવીઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે તો બનાવ અંગે વધુ તપાસ મોરબી એ ડીવીઝન પોલીસ મથકનાં પોલીસ હેડ કોન્સ્ટેબલ એચ.યુ.ગોહિલ ચાલવી રહ્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!