પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી સીટી બી ડીવીઝન પોલીસ પેટ્રોલિંગમાં હોય દરમ્યાન વિસીપરા ગર્લ્સ હાઈસ્કૂલ પાસે આરોપી સદામ અલીયાસભાઈ કટીયા(ઉ.વ.૨૦) અને ગોવિંદ કુંવરજીભાઈ(ઉ.વ.૧૯) રહે બંને વીસીપરા વાળા હિરો સ્પ્લેન્ડર બાઈક રજી.નં. જીજે-૩૬-એન-૦૮૮૧ માં દેશી દારૂ લીટર ૬૦ (કિં.રૂ.૧૨૦૦/-) લઈને આરોપી હિતેશ ઉર્ફે કાળીયો નરશીભાઈ પીપળીયા(ઉ.વ.૨૩, રહે વિસીપરા) વાળાને વેચાણ કરવાના ઈરાદે આપવા આવ્યા હોય બી ડીવીઝન પોલીસે ત્રણેય ઇસમોને પકડી પાડીને બાઈક અને દારૂ સહીત કુલ કિં.રૂ.૨૧,૨૦૦/- નો મુદામાલ કબ્જે કર્યો છે. જયારે અન્ય આરોપી બલો હૈદરભાઈ જેડા (રહે નવાગામ, માળિયા) વાળાનું નામ ખુલતા તેને પકડી પાડવા તજવીજ હાથ ધરી છે. પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ પ્રોહી. એક્ટ કલમ હેઠળ ગુન્હો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.


                                    






