પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટે.વિસ્તારની હદમાં આવતા જેલ ચોકમાંથી બેફામ સ્પીડમાં પસાર થઈ રહેલી નંબર વગરની ક્રેટા કારને અટકાવી કારમાં બેસેલા શખ્સોને ચેક કરતા ત્રણેય શખ્સો નશાની હાલતમાં હોય પોલીસે ત્રણેય સામે અલગ અલગ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. મોરબીના જેલ ચોકમાંથી ઝડપાયેલી ક્રેટા કાર લાઇસન્સ વગર તથા નશો કરેલી હાલતમાં ચલાવતા મુસ્તાક આદમભાઈ કટિયા (ઉં.વ.૩૧,રહે. હાલ. સમર્પણ હોસ્પિટલ પાછળ, ગાયત્રી નગર 1, મોરબી) સામે મોટર વ્હિકલ એક્ટની કલમ 185, 3, 181 મુજબ તથા રિયાઝ રફીકભાઈ કટિયા (ઉં.વ.૧૯) અને સિકંદર જાનમામદ કટિયા (ઉં.વ.૨૩) રહે. ત્રણેય મૂળ માળીયા, વગાડીયા ઝાંપા પાસે, સંજરી પાનની બાજુમાં વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ક્રેટા કાર કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે. ઉક્ત કેસની તપાસ એ ડીવીઝન પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ કે.એમ.મિયાત્રા ચલાવી રહ્યા છે.