મોરબીના મહેન્દ્રનગર ગામે રામધન આશ્રમ ખાતે જય માતાજી ગુરૂકૃપા સેવા સમિતિ દ્વારા કોરોનામાં મૃત્યુ પામેલની આત્માની શાંતિ માટે મહંત ભાવેશ્વરી માં ના સાનિધ્યમાં બાળ વિદુષી રતનબેનના વ્યાસ આપીને ભવ્ય ભગવત કથા જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પાંચમાં દિવસે રૂક્ષ્મણી વિવાહ યોજાયો હતો.
ભાગવત કથામાં કોરોના વોરીર્યસ ડોક્ટરો, પોલિસ વિભાગ, પત્રકારોનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. સાથે આરોગ્ય વિભાગ દ્વારા કોરોના વેક્સીન કેમ્પ યોજાયો હતો. આ ભાગવત કથામાં કોવિડ નિયમોનું પાલન કરવામાં આવ્યુ હતું. કાર્યક્રમની સફળતા માટે જલારામ મંદિરના ગીરીશભાઈ તેમજ આશ્રમના ભક્ત રામજીભાઈ, ત્રિભોવનભાઇ, રૂગનાથભાઇ, છગનભાઈ, દેવકરણભાઇ, મહાદેવભાઇ, અરજણભાઇ, જસુબેન, કાંતાબેન, હંસાબેન, શાંતિમાં, દિલીપભાઇ, ખીમજીબાપા, વિગેરેએ ભારે જહેમત ઉઠાવી હતી. તેમ મુકેશ ભગતની યાદીમાં જણાવાયું હતું