Sunday, November 24, 2024
HomeGujaratમોરબી : મૈત્રીકરારમાં રહેલી મહિલા મિત્રને ચા લેવા જવાનું કહીને ગયેલ યુવાન...

મોરબી : મૈત્રીકરારમાં રહેલી મહિલા મિત્રને ચા લેવા જવાનું કહીને ગયેલ યુવાન લાપતા

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના શનાળા રોડ પર હાઉસિંગ બોર્ડમાં રહેતા રમીલાબેન માવજીભાઈ પરમાર(ઉ.વ.૩૦) બી ડીવીઝન પોલીસને જણાવા જોગ નોંધ કરાવી છે ક્ શિવજી પુંજા કણઝારીયા (ઉ.વ.૩૪, રહે. ભુંભરની વાડી, પંચાસર રોડ, મોરબી) વાળા સાથે મૈત્રી કરાર કરેલ હોય અને ગત તા. ૨૧-૧૨-૨૦૨૦ ના રોજ મોરબીના માળિયા ફાટક ને.હા. રોડ ઉપર સનુરા સીરામીક નજીક તડકાનાં આરામ કરવા ઝાડ નીચે બેઠા હોય અને શિવજી કંઝારીયા ચા લેવાનું કહીને મોટરસાયકલ લઈને ગયા બાદ ગુમ થયેલ છે બી ડીવીઝન પોલીસે યુવાન ગુમ થયાના બનાવની નોંધ કરી તપાસ હાથ ધરી છે

- Advertisement -
- Advertisement -

ઉલ્લેખનીય છે કે ગુમ થયેલ શિવજી કંઝારીયાએ ક્રીમ કલરનો શર્ટ તથા બ્લુ કલરનું જીન્સ પેન્ટ તથા ચપલ પહેરેલ હતા તેણે ઘોરણ-૧૦ સુધી અભ્યાસ કરેલ હતો. તે ગુજરાતી તથા હિન્દી ભાષા જાણે છે. અને તેની ઉંચાઇ આશરે ૫.૭ ની છે. તથા જમણા હાથમાં કોણીથી કાંડા વચ્ચે દિલ ત્રોફાવેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!