મોરબી જિલ્લામાં મ્યુકરમાઈકોસીસના દર્દીઓને ઇન્જેક્શનનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ બનાવવા મોરબી જિલ્લા ભાજપના પૂર્વ અધ્યક્ષ રાઘવજીભાઈ ગડારાએ મુખ્યમંત્રીને રજુઆત કરી છે. તેઓએ રજુઆત કરતા જણાવ્યું છે કે, મોરબી જીલ્લામાં મ્યુકરમાઈકોસીસના આશરે ૧૦૦ જેટલા દર્દીઓ મોરબી પ્રાઇવેટ હોસ્પીટલો તેમજ રાજકોટ પ્રાઈવેટ તેમજ સીવીલ હોસ્પીટલમાં સારવાર કરાવી રહ્યા હોય પણ તેમની સારવાર માટે જરૂરી ઈન્જેકશનો મોરબી કે રાજકોટ મળતા ન હોવાથી તેઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. મ્યુકરમાઈકોસીસના આવા પેશન્ટોની ઘણાની આર્થીક પરિસ્થિતિ નબળી હોય અને આ રોગની ટ્રીટમેન્ટ બહુ જ મોંધી હોય જેની આર્થીક પરિસ્થિતિ નબળી હોય તેને સીવીલ હોસ્પીટલ દ્વારા મફત ઈન્જેકશનો આપવા જોઇએ અને દરેક પેશન્ટો માટે ઝડપથી ઈન્જેકશનો મળી જાય તેવી વ્યવસ્થા કરવા રજૂઆતના અંતે માંગ કરવામાં આવી છે.