બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે તા. ૧ના રોજ મોરબીમાં મહેન્દ્રનગર ખાતે કાંતીજ્યોત એપાર્ટમેન્ટના પાર્કીંગમાં જાહેરમાં આરોપીઓ હસમુખભાઇ મગનભાઇ મારવાણીયા અને કેતનભાઇ મનસુખભાઇ પંડ્યા મોબાઇલ ફોનમાંથી કોઈ અજાણ્યા શખ્સ સાથે ચેન્નાઇ સુપર કીંગ તથા મુંબઇ ઇન્ડીયન વચ્ચે ચાલતા આઇ.પી.એલ. ટી-૨૦ ક્રીકેટ મેચ પર રન ફેર તથા મેચની હારજીતનો પૈસાની હારજીતનો જુગાર રમી રહ્યા હતા. પોલીસે બંને આરોપીઓની અટક કરી તેની પાસેથી ૨ મોબાઇલ ફોન (કિં.રૂ ૬૦૦૦/-) તથા રોકડ રૂ. ૧૫૦૦/- મળી કુલ કિ.રૂ. ૭૫૦૦/- નો મુદામાલ કબ્જે કર્યો છે. મોરબી સીટી બી ડિવિઝન પોલીસે બંને આરોપીઓ તથા અજાણ્યા શખ્સ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.