Friday, March 29, 2024
HomeGujaratહળવદ : ધ્રાંગધ્રા દરવાજા અંદર રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂનાં જથ્થા સાથે એક...

હળવદ : ધ્રાંગધ્રા દરવાજા અંદર રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂનાં જથ્થા સાથે એક ઝડપાયો,એકની શોધખોળ

આ બનાવની હળવદ પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી એલસીબી સ્ટાફે બાતમીના આધારે ગઈકાલે તા.૨૦ ના રોજ હળવદ નજીક ધ્રાંગધ્રા દરવાજા અંદર, રવેચી માતાજીના મઢ પાસે આવેલા આરોપી વિશાલ ઉર્ફે ભોડી પ્રવિણભાઇ ઉર્ફે બાબુભાઇ બાબરીયા (ઉ.વ.૨૩) ના મકાનમાં પોલીસે દોરડો પાડ્યો હતો. પોલીસે આ મકાનમાંથી ગેરકાયદેસર પાસ પરમીટ કે આધાર વગર વેચાણ કરવાનાં ઈરાદે રાખેલ ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂની દરબાર ડિલક્ષ વ્હીસ્કીની ૭૫૦ મીલીની કાચની કંપની શીલ પેક બોટલો નંગ-૪૨ જેની કુલ કિં.રૂ.૧૨,૬૦૦/- નો મુદામાલ સાથે આરોપી વિશાલને ઝડપી પાડ્યો હતો જ્યારે અન્ય આરોપી મહેશ બચુભાઈ કોળી (રહે. રાણેકપર તા.હળવદ જી.મોરબી) વાળો હાજર ન મળી આવતા તેનાયી વિરુદ્ધ ગુને નોંધી તેને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!