ભારતીય બનાવટની પરપ્રાંતીય અલગ અલગ બ્રાન્ડની ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૩૪ (કીં.રૂ.૩૭,૩૧૦/-) તેમજ મોબાઇલ નંગ-૦૨ (કિ.રૂ.૧૦૦૦૦/-) તથા સ્વીફટ કાર (કી.રૂ. ૧૫૦,૦૦૦-) મળી કુલ કિં.રૂ.૧,૯૭,૩૧૦/- નાં મુદામાલ સાથે બે આરોપીને પકડી પાડતી મોરબી સીટી બી ડીવીઝન પો.સ્ટે.ની પોલીસ
મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક એસ.આર. ઓડેદરાની સુચના તેમજ નાયબ પોલીસ અધિક્ષક રાધીકા ભારાઇના માર્ગદર્શન હેઠળ પ્રોહી.ની પ્રવ્રુતી સદંતર બંધ કરવા તથા કડક અમલવારી કરી પ્રોહિ.નાં વધુને વધુ કેશો શોધી કાઢવા સુચના થઇ આવેલ હોય જે અન્વયે મોરબી સીટી બી ડીવી પોલીસ સ્ટાપ કાર્યરત હોય દરમ્યાન પો.કોન્સ. કેતનભાઇ અજાણા તથા પો.કોન્સ. ભરતભાઇ ડાભીની સંયુકત બાતમીરૂપી હકિકત આધારે દેશરાજ ટેંકચંન્દ રાહડ (ઉ.વ.૩૫ ધંધો ટ્રાન્સપોર્ટ રહે.વાણીયા સોસાયટી શોભેશ્વર મંદિર પાસે મોરબી-૦૨ મુળ ગામ બૈરાસર (ગુમાના) તા.રાજગંઢ જી.ચુરુ રાજય રાજસ્થાન) તથા સુનીલકુમાર નથુરામ પાલડીયા (ઉ.વ.રર ધંધો મજુરી રહે. વાણીયા સોસાયટી શોભેશ્વર મંદિર પાસે મોરબી-૦૨ મુળ ગામ નુહનન્દ તા. રાજગંઢ જી. યુરૂ રાજય રાજસ્થાન) વાળાઓ મારૂતિ સુઝુકી કંપનીની સ્વીફટ કાર નંબર જી.જે.૩ ઇ.એલ.૪૯૭૬ (કી.રૂ. ૧૫૦,૦૦૦/-) વાળી કારમાં તથા પોતાના કબજા ભોગવટાવાળા મકાનમાં ભારતીય બનાવટની પરપ્રાંતીય અલગ અલગ બ્રાન્ડની ઇંગ્લીશ દારૂની બોટલો નંગ-૩૪ (કીં.રૂ.૩૭,૩૧૦/-) તથા મોબાઇલ નંગ-૦૨ (કિ.રૂ.૧૦,૦૦૦/-) મળી કુલ કી.રૂ.૧,૯૭,૩૧૦/- નાં મુદામાલ સાથે મળી આવતા મુદામાલ કબ્જે કરી આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ. છે.
આ કામગીરીમાં પો.ઇન્સ. વી.એલ.પટેલ, પો.હે.કો. દિનેશભાઇ બાવળીયા, ભગવાનભાઇ ખટાણા, વનરાજભાઇ ચાવડા, પો.કો. ભગીરથભાઇ લોખીલ, રમેશભાઇ મુંધવા, રમેશભાઇ મિયાત્રા તથ રૂતુરાજસીહ જાડેજા સહિનાઓ રોકાયેલા હતાં