મોરબીના મકનસર ગામે પ્રેમજીનગરમાં દવા પી જતા આધેડનું સારવારમાં મોત
મોરબીના મકનસર ગામે પ્રેમજીનગરનાં રહેવાસી કનુભાઈ શામજીભાઈ ગેડિયા (ઉ.વ.૪૨) નામના આધેડ ગત તા. ૦૫ ના રોજ કોઈ કારણોસર ખેતરમાં છાંટવાની દવા પી જતા ઝેરી અસર થતા મોરબી બાદ વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવેલ જ્યાં સારવાર દરમિયાન આધેડનું મોત થયું છે તાલુકા પોલીસે બનાવની નોંધ કરી આધેડે ક્યાં કારણોસર દવા પીધી તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે
મોરબીના બગથળા ગામે ઝેરી દવા પી લેતા યુવાનનું મોત
મોરબીના બગથળા ગામના રહેવાસી યશ રમેશ ફૂલથરીયા (ઉ.વ.૨૦) નામનાં યુવાને બગથળા ગામે કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવેલ જ્યાં સારવાર દરમીયાન યુવાનનું મોત થયું છે તાલુકા પોલીસે બનાવની નોંધ કરી યુવાને ક્યાં કારણોસર દવા પીધી તે દિશામાં વધુ તપાસ ચલાવી છે