Sunday, December 22, 2024
HomeGujaratમોરબી : પીપળી ગામ નજીક 'તુ ટ્રક કેમ માથે નાંખે છે' કરી...

મોરબી : પીપળી ગામ નજીક ‘તુ ટ્રક કેમ માથે નાંખે છે’ કરી રીક્ષામાં આવેલા બે ઈસમોએ ટ્રકચાલકને માર માર્યો

પ્રાપ્ત વિગતો અનુસાર રાજસ્થાનના શાહપુર તાલુકામાં રહેતા ધરમપાલ જગદીશપ્રસાદ જાટ (ઉ.વ.૩૮) એ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૧૦નાં રોજ ફરિયાદી પોતાની ટ્રક નં. આરજે-૫૨-જીએ-૪૨૩૮ લઈને મોરબીના પીપળી રોડ પરથી જતા હોય દરમ્યાન પીપળી ગામ નજીક પહોચતા આરોપી સીએનજી રીક્ષાના ચાલક તથા તેની સાથેના એક માણસે સીએનજી રીક્ષા નં. જીજે-૩૬-યુ-૬૯૯૦ માં આવી રીક્ષા ટ્રક આગળ ઉભી રાખી રીક્ષા ચાલક તથા તેની સાથેનો એક માણસે તેની રીક્ષામાંથી નીચે ઉતરી ફરિયાદી ધરમપાલને કહેલ કર તું કેમ તારો ટ્રક માથે નાખે છે તેમ કહી રીક્ષાચાલકે તેની પાસેની લાકડી વડે ફરિયાદીના ટ્રકના ડ્રાઈવર સાઈડના દરવાજાનો કાચ તથા સાઈડ ગ્લાસ તોડી તથા માર મારી ઈજા પહોચાડી હતી. મોરબી તાલુકા પોલીસે બનાવ અંગે ફરિયાદ નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!