મોરબીના કાંતિનગર ગામે યુવાનની તેની પત્નીએ પ્રેમી સાથે મળીને હત્યા કરીને લાશ જમીનમાં દાટી દીધાના ચકચારી બનાવની પોલીસે ઘનિષ્ઠ તપાસ હાથ આ ધરતા આ યુવાનની હત્યામાં કુલ ચાર વ્યક્તિની સંડોવણી બહાર આવી હતી. જેમાં બે આરોપીઓને પકડી પાડવામાં આવ્યા બાદ તેના ત્રણ દિવસના રિમાન્ડ પણ મળી ગયા છે. આ દરમિયાન ગઈકાલે સાંજના અરસામાં વધુ બે આરોપીઓને પોલીસે પકડી પાડ્યા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના કબીર ટેકરી વિસ્તારમાં રહેતા શૈલેષભાઇ અંગેચણીયાની હત્યા બાદ પોલીસે મૃતકના પત્ની યાસ્મીન ઉર્ફે આરતી શૈલેષભાઇ અંગેચણીયા અને તેના પ્રેમી જુમા સાંજણ માજોઠી સામે હત્યાનો ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી. બાદમાં કુલ ચાર આરોપીઓની સંડોવણી બહાર આવી હતી. પોલીસે જુમા સાજણ માજોઠી અને સાગરીત શાહરુખ મહેબૂબભાઈની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે આ બન્ને આરોપીના તા. ૮ને સોમવાર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે.બાદમાં પોલીસે ગઈકાલે સાંજના અરસામાં ફરાર આરોપી શોયેબ ઇબ્રાહિમભાઈ માજોઠી (ઉ.વ.૧૯) અને યાસમીન ઉર્ફે આરતી શૈલેષભાઇ અગેચણીઉઆ (ઉ.વ.૨૮) રહે બન્ને કાંતિનગર, જુબેદા મસ્જિદ પાસે, મોરબી-2 વાળાની પણ ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.